AMCના ટોચના અધિકારીઓનો મળી રહ્યા છે મસમોટા પ્રમોશન

| Updated: July 5, 2022 6:52 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના હોદેદારો પ્રમોશન મળી રહ્યા છે.રૂપાણી સરકારના ગયા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે કોર્પોરેશનના ટોચના હોદેદારો મસમોટા પ્રમોશન મળી રહ્યા છે.

મુખ્યમંત્રીના OSD તરીકેનો ચાર્જ તરીકે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એન એન દવેને આપવામાં આવ્યા હતા. અને હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું છે.પરાગ શાહને મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (IT) તરીકે નિયુક્તી કરવામાં આવી છે જે સ્થાન એન એન દવેનું હતું.પરાગ શાહ પહેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કામગીરી કરતા હતા અને હવે તેમને પણ પ્રમોશન મળ્યું છે.

ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પ્રમોશન મળી રહ્યા છે.

શાહ 2008થી ગુજરાત સરકારના વિવિધ પદો પર

ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી બન્યા બાદ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતમા અધિકારી છે,અને હવે તેમને ગાંધીનગરનું પ્રમોશન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના OSD બનાવવામાં આવ્યા છે.

Your email address will not be published.