વીજચોરી: 150 કર્મચારી અને ડીસીપી સહિત 200 પોલીસ સાથે ટોરેન્ટની અમદાવાદના દરિયાપુરમાં મોટી રેડ

| Updated: November 25, 2021 4:41 pm

અમદાવાદમાં વીજળી સપ્લાયર ટોરેન્ટ પાવરે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરોડામાં કંપનીના 20 જેટલા અધિકારીઓ 150 કામદારોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારનો એક ભાગ એવો દરિયાપુર વિસ્તાર ત્યાંની ભુલભુલામણી જેવી પોલ અને રહેણાંકથી ઓળખાય છે. અહીં હિંદુઓ અને મુસ્લિમો સાથે સાથે સહવાસ કરે છે. જૂના સમયના લોકોને યાદ હશે કે કોમી તણાવના સમયમાં વિસ્તારના કેટલાક હિસ્સા ભયજનક મનાતા હતા. જો કે, તાજેતરના સમયમાં, આ સ્ટીરિયોટાઇપમાં બદલાવ આવી રહ્યો છે, છતાં, અહીંના રહેવાસીઓએ હંમેશાથી બહારના મનાતા કોઈ પણ હસ્તક્ષેપ સામે ટોળાબંધી કરીને તેનો પ્રતિકાર કરવાની વૃત્તિ દર્શાવી છે.

કાર્યવાહીની ગંભીરતા એ હકીકત દ્વારા સમજી શકાય છે કે 1 PI, 2 ACP અને 1DCP સાથે 200 પોલીસકર્મીઓ દરોડામાં જોડાયા છે, જેથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાય નહીં.

એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદેસર ઈલેક્ટ્રીક કનેક્શન છે જેના કારણે કંપનીને તેમજ પ્રમાણિક ગ્રાહકોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નિયમોનો અમલ કરાવવામાં નાની ટીમોની અસમર્થતાને કારણે આ વિસ્તારમાં થતી નિરંકુશ વીજચોરી પર અંકુશ મુકાતો નથી. આ ઓપરેશન પછી, મસમોટી વીજ ચોરીના ચોક્કસ સ્થળોની ઓળખ થવાની અપેક્ષા છે.

Your email address will not be published. Required fields are marked *