દાણીલીમડામાં વીજ ચોરી માટે બે સામે ફરિયાદ, લાખોની ચોરી થયાનુ બહાર આવ્યું

| Updated: August 2, 2022 9:05 pm

દાણીલીમડા વિસ્તારમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને પોલીસે દરોડા પાડી વીજ ચોરી કરનાર બે શખસો સામે ફરિયાદ કરી હતી. પોતે ગેરકાયદેર કમાણી કરી ટોરેન્ટ અને સરકારને લાખોનું નુકશાન થાય તેની ફરિયાદ કરી હતી. જોકે સામે જેની સામે ફરિયાદ થઇ તેણે જણાવ્યુ હતું કે, પ્રોપર્ટી મારા નામે નથી, બીજા લોકો કહે છે કે આ પ્રોપર્ટી મારા નામે છે અને દંડ જે થાય તે તેમને થાય તેમ છે તેવી એફિડેવીટ છે તેમ છતાં મને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.

શાહપુર વિસ્તારમાં ઝોનલ ઓફિસ ખાતે એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવતા બ્રિજેશકુમારે દાણીલીમડા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતુ. જેમાં ઇમરાન અને હારૂન સામે ઇન્ડિયન ઇલેક્ટ્રીસીટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 1 ઓગષ્ટના રોજ બ્રિજેશકુમાર જુનીયર એક્ઝીક્યુટીવ નીમેશ ગુપ્તા સહિતની ટીમ અને પોલીસ સાથે દાણીલીમડા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં છીપા સોસાયટીમાં ભારત ટ્રેડર્સ ખાતે ઇમરાન હાજી મોહંમદ શેખ અને હારૂન મોહંમદ શેખના મકાન તથા કોમર્શીયલ માટે લાગેલા મીટરની તપાસ કરતા વીજ જોડાણ ગેરકાયદે રીતે કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું.

મકાન તથા 28 બીજા કોમર્શીયલ સહિતની જગ્યાએ ભાડે આપી લાખો રૂપિયાની વીજ ચોરી કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી ટોરેન્ટના કર્મચારીઓએ તે જોડાણ કાઢી નાંખ્યું હતું. જે કેબલ ગેરકાયદે રીતે હતા તે ટોરેન્ટ કર્મચારીઓ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ટોરેન્ટના કર્મચારીઓએ તપાસ કરી તો તેમના સામે અગાઉ પણ આજ પ્રકારની ફરિયાદ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે ઇમરાને જણાવ્યું હતું કે, હું પોતે બિલ્ડર છું હું વીજળી ચોરી કેવી રીતે કરું. મારી પ્રોપર્ટીમાંથી કોઇ વીજળી ચોરી થઇ નથી. અનેક લોકોએ એફિડેવીટ કરી આપી છે તેમની પ્રોપર્ટીમાં મારે કોઇ લેવા દેવા નથી. તેમ છતાં મારા સામે ફરિયાદ નોધાઇ છે.

Your email address will not be published.