અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ કરવાના આદેશનો ફિયાસ્કો

| Updated: May 14, 2022 4:56 pm

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરમાં બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. પરતું હજી પણ શહેરના ઘણા સિગ્નલો બપોરના સમયે ચાલુ જ જોવા મળી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 47 ડિગ્રીની આસપાસ જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીને લીધે શહેરમાં બપોરના 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, પરતું હજી પણ ઘણા સિગ્નલો ચાલુ જ જોવા મળી રહ્યા છે. શહેરના જે ચાર રસ્તા પર સૌથી વધારે ટ્રાફિક રહે છે અને વધારે સમય માટે સિગ્નલ પર રોકાવું પડે છે, તે હજી બંધ કરાયા નથી.

તે સિગ્નલ પર ટ્રાફિકનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. તો જે સિગ્નલ બંધ રખાયા છે તે ચાર રસ્તા પર પહેલાથી જ ટ્રાફિક નહોતો થતો અને ઉપરથી ત્યાં સીસીટીવી કેમેરા પણ નથી. અમદાવાદમાં ગરમીનો પારો 47 ડિગ્રીની આસપાસ સ્થિર છે. તેવામાં બપોરે જો ટુ-વ્હીલર લઈને નીકળવાનું થાય તો લોકોની હાલત કફોડી બની જાય છે.

અંગ દઝાડતી ગરમીમાં લાંબુ અંતર કાપીને ઘરે ગયા બાદ શરીર તપી જાય છે અને એકદમથી નબળાઈ આવી જાય છે. લોકો કેટલી તકલીફો સહન કરે છે તેનો અહેસાસ કરાવવા માટે સિગ્નલ ચાલુ રાખનારાઓને બપોરે ત્યાં ઉભા રાખવા જોઈએ, તેમ કેટલાક શહેરજનોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું.

Your email address will not be published.