કેનેડામાં ગુજરાતી પરિવારના મોતની ઘટનાનો રેલો પહોચ્યો અમદાવાદ ક્રાંઇમબ્રાંચ સુધી, જાણો કેવી રીતે..

| Updated: January 22, 2022 7:17 pm

સમગ્ર મામલે સંડોવાયેલા મનાતા પલીયડ ગામનાં વ્યકિતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ

કેનેડા બોર્ડર પર ચાર ગુજરાતીઓનું માઇનસ 35 ડિગ્રીમાં મોત થયું હોવાની ઘટનાનો રેલો અમદાવાદ ક્રાંઇમબ્રાંચ સુધી પહોચ્યો હોવાનું સુત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે સંડોવાયેલા મનાતા ગાંધીનગર જીલ્લાના પલીયડ ગામનાં વ્યકિતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ શરૂ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે માહિતી મેળવવા ક્રાંઇમબ્રાંચના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ડીસીપી કોરોનાગ્રસ્ત હોવાથી તેમજ અન્ય અધિકારીઓએ ફોન રિસીવ ન કરતા સંપર્ક થઇ શકયો ન હતો.

અમેરિકા-કેનેડાની બોર્ડર માસુમ બાળક સહિત 4 ગુજરાતીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ ચારેય લોકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના સભ્યોની હોવાની વિગતો મળી છે. આ ગુજરાતી પરિવારમાં કલોલનું દંપતી હોવાનું જાણવા મળ્યું છે, બોર્ડર પરથી મળેલા મૃતદેહો પતિ-પત્ની અને 12 વર્ષની દીકરી સાથે 3 વર્ષના દીકરાના હતા. માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં હચમચાવી દે તેવા મોત આ ગુજરાતીઓને મળ્યા હતા. અતિશય ઠંડીને કારણે 4 ગુજરાતીઓના મોત થયા હતા. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ, અધિકારીઓને ત્રણ લોકોના મૃતદેહો મળ્યા હતા. તેઓ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા. ત્યાર બાદ પોલીસે વધુ શોધખોળ કરતાં થોડે દૂરથી વધુ એક મૃતદેહ મળ્યો હતો.

શરૂઆતમાં ચાર ભારતીયના ઠંડીથી મોત થયાના સમાચાર બહાર આવ્યા હતા,પરંતુ હવે ધીરે-ધીરે તમામ માહિતી બહાર આવી રહી છે, મૃતક પરિવાર ગુજરાતના કલોલનો વતની હોવાનું છે, મરણ જનાર યુવાન મુળ કલોલનો હતો અને તેણે કડીના વડુ ગામની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, બાદમાં તેમણે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. આ પરિવાર વિદેશમાં જવા માંગતો હોવાથી તેઓ ગેરકાયદે રીતે કેનેડાથી યુકે જઇ રહ્યા હતા. દરમ્યાનમાં બોર્ડર પર માઇનસ 35 ડિગ્રીમાં તેમનું મોત થયું હતું.

દરમ્યાનમાં આજ રોજ અમદાવાદ ક્રાંઇમબ્રાંચે કલોલ પહોંચી તપાસ શરૂ કરી હતી અને એક વ્યકિતીની સઘન પુછપરછ શરૂ કરી છે, આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. જ્યાંથી લેપટોપ પણ કબજે કર્યું છે.આ શકમંદ એ જ એજન્ટ છે કે નહીં તેની ખરાઈ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તપાસ કરી રહ્યાં છે. આ અંગે હાલમાં યુવાનની વધુ પુછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Your email address will not be published.