કરુણ ઘટના: માતા-બાળકી માટે પતંગનો દોરો પ્રાણઘાતક બન્યો, પતંગના દોરાએ માતાનો લીધો જીવ

| Updated: January 9, 2022 12:17 pm

ભરૂચમાં એક કરુણ ઘટના બની છે.ભૃગુઋષિ બ્રિજ  મોપેડ ઉપર જતા માતા-બાળકી માટે પતંગનો દોરો પ્રાણઘાતક બન્યો હતો.પતંગના દોરાએ માતાનો જીવ લઇને ગયો.
ગળું કપાતા મહિલાનું મોત થયું હતું.અને તેની સાથે રહેલી બાળકીનો બચાવ થયો હતો.પતંગના દોરાથી ગળુ કપાતા યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતુ અને માતા મોતને ભેટી હતી.

આ મહિલાનું નામ અંકિતા મિસ્ત્રી છે.અને તેઓ ભરૂચના ઝાડેશ્વર ખાતે અરૂણોદય બંગ્લોઝ આવેલો છે,ત્યા પોતોના પરિવાર સાથે રહે છે.શનિવારના તેમના સાસરીના ધરે જવા નિકળ્યા હતા.ભૃગુ ઋષિ બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા તે
દરમિયાન અચાનક આવી ગયેલો પતંગનો દોરો તેમના ગળામાં લપેટાયો હતો અને પતંગનો દોરો તેમના ગળાથી એવો આરપાર થયો હતો કે તેમનુ ગળુ જોતજોતામાં કપાયુ હતું અને તેઓ લોહીલુહાણ થય ગયા હતા.

આસપાસના લોકો તેમની મદદ કરવા દોડયા હતા.અને તેની સાથે રહેલી 9 વર્ષની દિકરી આ જોઇ ખૂબ ગભરાઇ ગઇ હતી.લોકોએ આ દિકરીનો બચાવ કર્યો હતો પરંતુ માતાને બચાવી શક્યા ન હતા.માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા પરંતુ માતાનો જીવ ના બચયો.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે.જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ પતંગના દોરાથી અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે.હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીના આક્રંદે લોકોની આંખો ભીની કરી દીધી હતી

Your email address will not be published.