
દિવ્યાંગ ઠક્કર લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 13મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રણવીર સિંહની આગામી ફિલ્મ “જયેશભાઈ જોરદાર” નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે અને ફિલ્મનું દિગ્દર્શન અને લેખન નવોદિત નિર્દેશક દિવ્યાંગ ઠક્કરે કર્યું છે, રણવીર સિંહ આ ફિલ્મમાં એક નવા અંદાજમાં જોવા મળશે. આ રણવીરની બીજી ફિલ્મ હશે જેમાં તે ગુજરાતી પાત્રમાં જોવા મળશે.

આ ફિલ્મને લઈને ગુજરાતના લોકોમાં ઘણી ઉત્સુકતા હતી કારણ કે ફિલ્મના દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરે તેની ગુજરાતી ફિલ્મ “બે-યાર” થી અભિનેતા તરીકેની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં ઘણાં સ્થાનિક કલાકારોએ પણ કામ કર્યું છે.

આ ફિલ્મના નિર્માતા મનીષ શર્મા છે, રણવીર સિંહ સાથે મનીષ શર્માની આ ત્રીજી ફિલ્મ હશે, આ પહેલા આ જોડી બેન્ડ બાજા બારાત અને લેડીઝ વર્સીસ રિકી બહલમાં સાથે કામ કરી ચૂકી છે, ફિલ્મનું સંગીત વિશાલ-શેખરે આપ્યું છે.
આ પણ વાંચો: અકસ્માતના 16 દિવસ પછી મલાઈકા અરોરા કામ પર પાછી આવી
ફિલ્મનું ટ્રેલર અહીં જુઓ