શહેર પોલીસ લોકો સાથે ખરાબ વર્તન કરતી હોવાનું શહેર પોલીસ કમિશનર અને જોઇન્ટ સીપી સેક્ટર-2ના ધ્યાને આવતા તેમણે પહેલ નામનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમની શરુઆત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી હતી. જેમાં સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ટ્રેનિંગનો પ્રારંભ થયો હતો અને બાદમાં તેની સમિક્ષા પણ કરવામાં આવશે. આ ક્રાર્યક્રમને સફળ બનાવવા શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેકટર-2ના આઇજી ગૌતમ પરમાર સહિતના અધિકારીઓ સિંહફાળો આપ્યો હતો.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર તથા મયંકસિંહ ચાવડા સહિત સિનિયર પોલીસ અધિકારીઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી મનોમંથન કરી રહ્યા હતા. પોલીસ દળમાં રહેલા નાના-મોટા તમામ અધિકારીઓ કઈ રીતે તણાવ મુકત રહે, લોકો સાથે સારી રીતે વ્યવહાર કરે. પોલીસ અને પ્રજા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પોલીસનો વ્યવહાર સામાન્ય માણસ સાથે સારો હોય તે જરુરી છે. અગાઉ સારો વ્યવહાર ન કરતા હોવાની અનેક ફરિયાદો હોાવના કરાણે તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રીએ આ નિર્ણયના વખાણ કર્યા હતા. પોલીસકર્મીઓ જે કામ કરી રહ્યા છે તે સારે છે અને તેમના કારણે અનેક લોકોના જીવ પણ બચે છે તે અંગે પોલીસકર્મીઓ સાથે સરળતાથી વાતચીત કરી હતી.
રાજ્યના ગૃહમંત્રીએ પણ આ નિર્ણયને સારો કહી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને આઇજી ગૌતમ પરમારના વખાણ કર્યા હતા. આખરે આઇજી ગૌમત પરમારે તમામ હાજર રહેલા લોકોનો આભાર માન્યો હતો.
સીઆર પાટીલએ પોલીસનું મોરલ વધારવા માટે નાના મોટા ઇનામો આપવાની શરૂઆત કરવા કમિશનરને જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ રમુજમાં કહ્યું કે આ અધિકારીની ફિટનેસ જોઈને પાટીલ સાહેબને ફિટનેસની વાત યાદ આવી હશે. સામાન્ય વાતમાં હસી નાખનાર આ અધિકારી નિખાલસ સ્વભાવના છે. ઉપસ્થિત અધિકારીઓ હસી હસીને લોટપોટ થઈ ગયા હતાં. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ આ અધિકારીની વાત સાંભળી હસી પડયા હતા. નવાઈ તો ત્યાં થઈ કે આ વાત વારંવાર યાદ કરીને હર્ષ સંઘવી મનમાંને મનમાં હસતા રહ્યા હતા. આમ એક પહેલ જેવા કાર્યક્રમમાં રમુજી દ્રશ્યો જોવા મળ્યા હતા અને આખાય કાર્યક્રમમાં આ જ વાત ચર્ચાનો વિષય પણ બની હતી.



પોલીસને કોઇ પણ સમસ્યા હોય સરકારને પત્ર લખવો આંદોલન ન કરવા જોઇએ: પાટીલ
સી આર પાટીલ પણ પહેલા પોલીસકર્મી હોવાથી પોલીસ અધિકારીઓને પોતાના પરિવારના સભ્યો ગણાવી વાતચીત કરી હતી. તંદુરસ્ત રહેવા, ફીટ રહી લોકોની અને પરિવારની સેવા કરવા અપીલ કરી હતી. પોલીસ ડ્રેસમાં હોય અને સુડોળ હોય તે સારુ ન લાગે એટલે પોલીસે ફીટ રહેવું જોઇએ અને પોલીસ તો જ ડ્રેસમાં સારા લાગે તેમ જણાવ્યુ હતુ. પોલીસે આંદોલન ન કરવા જોઇએ અને કંઇ પણ હોય તો સરકાર સુધી વ્યવસ્થાના ભાગરુપે રજૂઆત કરવી જોઇએ. આઇએસઓ તમામ પોલીસ સ્ટેશનમાં અમલ કરવા સુચન કર્યું હતુ. તેમની કામગીરી અંગે પણ વિશેષ ચર્ચા કરી પોલીસને તે પ્રકારે કામગીરી કરવા અપીલ કરી હતી. સરકારનો મહત્વનો અંગ પોલીસ વિભાગ હોવાનું સ્પષ્ટ જણાવ્યુ હતુ.
પાટીલે કહ્યું પોલીસની ફાંદ વધુ હોય છે, ગૃહમંત્રી IPS અજય ચૌધરીને જોઇ હસી પડ્યા
સી આર પાટીલે પોલીસને ફીટ રહેવા સલાહ આપી હતી. દરમિયાનમાં ફાંદ વધી જતા પોલીસ ડ્રેસ સારો નથી લાગતો અને તેમાં પોલીસ સારી નથી લાગતી. પોલીસ તો ફીટ હોવી જોઇએ. હું પોલીસમાં હતો ત્યારે ફીટ હતો હજુ પણ પ્રયાસો કરી રહ્યો છું. ફાંદ વધી ગયેલા પોલીસકર્મીઓની વાત આવી ત્યારે સ્ટેજ પર બિરાજમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલી હરોળમાં બેઠેલા IPS અજય ચૌધરીને જોઇ હસ્યા હતા. તેમને જોઇ પાટીલ તેમ બોલ્યા તેમ કહીને તેઓ વધુ બોલ્યા કે, તેઓ મહેનત કરી રહ્યા છે. આમ આ વાતથી પોલીસ વિભાગના કર્મચારીઓમાં રમૂજી ફેલાઇ ગઇ હતી. હસ્તા હસ્તા ગૃહમંત્રી આ વાત કરતા પોલીસે હળવાસની અનુભુતી કરી હતી.