લોકશાહીમાં લોકોને અપમાનિત અને ધ્રુણાસ્પદ વ્યવહાર કરતી પોલીસને ટ્રનિંગ અપાશે, છ મહિના ટ્રેનિંગ બાદ સમીક્ષા કરાશે

| Updated: June 19, 2022 8:16 pm

સામાન્ય લોકો સાથે અમુક પોલીસનો વ્યવહાર ધ્રુણાસ્પદ હોવાના કારણે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર છેલ્લા કેટલાય સમયથી મંથન કરી રહ્યા હતા. તે અંતરગત પોલીસનું સામાન્ય લોકો સાથેનો વ્યવહાર સુધરે તે માટે છ મહિના ટ્રેનિંગ આપવાનું નક્કી થયું છે. સ્ત્રી, બાળકો, વૃધ્ધો સાથે સારો વ્યવહાર, કાયદાકીય માર્ગ દર્શન, પોલીસને ફિલ્ડમાં પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમને “પહેલ” નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ટ્રેનિંગ આપ્યા બાદ તે ટ્રેનિંગ પ્રમાણે પોલીસ કામ કરે છે કે કેમ. તેની સમિક્ષા પણ પોલીસ અધિકારીઓ કરશે.

શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સેક્ટર-2ના જોઇન્ટ સીપી આઇજી ગૌમત પરમારને અનેક ફરિયાદો મળી હતી. જેમાં પોલીસ ફરિયાદ લેતી ન હોય, સામાન્ય નાગરીકો સાથે જેમતેમ વર્તન કરે છે. લોકોને અપશબ્દો બોલે છે, મહિલાઓને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવી બેસાડી રાખવામાં આવે છે. આમ વારંવાર તેવી ફરિયાદો મળતા આખરે પોલીસ કમિશનર અને જોઇન્ટ સીપીએ મંથન કર્યું હતુ. સામાન્ય લોકોને ન્યાય મળે તે માટે છેલ્લા ઘણા સમયની વિચારણા અને ચર્ચા બાદ આખરે “પહેલ” નામના કાર્યક્રમની તૈયારી કરી હતી. જે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સભ્ય સી આર પાટીલ હાજર રહેશે.

આ અંગે આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતુ કે, “પહેલ” કાર્યક્રમ લોકોને પડતી મુશ્કેલીઓના સામાધાન માટે છે. તેમાં 150થી વધારે પોલીસકર્મીઓ ઉપસ્થિત રહેશે. સૌથી પહેલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરોને લોકો સાથે સારા વ્યવહાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં ખાસ કરી મહિલાઓ, બાળકો અને વૃધ્ધો સાથે કેમનો વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપવામાં આવશે.

પોલીસ અધિકારીઓને કાયદાકીય ગાઇડલાઇન, સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનો, કસ્ટોડિયલ ડેથ અટકાવવાના પગલા, હ્યુમન રાઇટ, નાગરીકના અધિકારો, ચાર્જશીટ, ડિફોલ્ટ બેઇલ અને ફિલ્ડ લેવલે પડતી મુશ્કેલીઓ બાબતે વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવશે. પેનલ ડિસ્કરશન કરવામાં આવશે જેમાં મિડીયાના મિત્રો, નિવૃત્ત જજ, એડવોકેટ, લોકોના પ્રતિનિધીઓ સહિતના લોકો હાજર રહેશે.

પ્રોફેશનલ અને પારિવારીક લાઇફમાં સમસ્યા ન આવે તે માટે મનોચિકીત્સક ગાઇડ કરશે

શહેર પોલીસને કામનું ભારણ રહે છે. તેના કારણે પોલીસને પ્રોફેશનલ અને પારિવારીક સમસ્યાઓ ઉભી થતી હોય છે બન્ને વચ્ચે સુમેળ કરી શકે અને સ્પેસ મેનેજમેન્ટ કરી શકે. લોકશાહિમાં મિડીયાનો રોલ અને તેનો રચનાત્મક અને પોલીસીંગમાં કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે મનોચિકીત્સક ડોકટર પ્રશાંત ભિમાણી સહિતની કમીટી ગાઇડ કરશે.

છ મહિના સુધી પોલીસને ટ્રેનિંગ અપાશે, નહિ સુધરે તો ટ્રેનિંગ ચાલુ રહેશે

શહેર પોલીસને રથયાત્રા બાદ છ મહિના ટ્રેનિંગનો પહેલું સેશન આપવામાં આવશે. જો પોલીસ તે રીતે જનતા સાથે વ્યવહાર નહિ કરે તો ફરી તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. આમ તો ટ્રેનિંગ માટેના ત્રણ લેયર આઇજી ગૌતમ પરમારે નક્કી કર્યા છે. જેમાં ટ્રેનિંગ આપ્યા બાદ પોલીસ સ્ટેશન જઇ સમિક્ષા કરવામાં આવશે. જો સુધારો નહી આવ્યો હોય તો ત્રણ લેયરમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

પોલીસ સ્ટેશનમાં ટુંક સમયમાં પોલીસ લોકોને પાણી પિવડાવી સ્વાગત કરશે

હવે પ્રજા રાજા છે તે દેખાવવાના દિવસ આવી રહ્યા હોવાનો ગણગણાટ તો થઇ રહ્યો છે પરંતુ હકિકતમાં તેનો અમલ થશે ત્યારે જોવાનું રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં લોકો હવે ફરિયાદ કરવા જશે ત્યારે તેમનું સ્વાગત પોલીસ પાણી પિવડાવી કરશે. બાદમાં તેમની સાથે વાતચીત કરશે અને તેમનું કાઉન્સિલીંગ પણ કરશે. તેમને શાંતિથી સાંભળશે. પોલીસ સ્ટેશનમાં સ્વાગત કક્ષની રુપરેખા ટુંક સમયમાં જ બદલાશે.

Your email address will not be published.