પ્રણય ત્રિકોણમાં અનેકની જિંદગી વેરવિખેર : સચિન દીક્ષિતની ઐયાશીનો કરૂણ અંત

| Updated: October 10, 2021 8:12 pm

પ્રણય ત્રિકોણમાં હીનાની હત્યા કરવાના કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરાના બાપોદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીનગર પોલીસ સચિનને લઈને સાંજે વડોદરા પહોચી હતી અને સચિને જે ફ્લેટમાં હીનાની હત્યા કરી હતી તે ફ્લેટમાં પોલીસની સાથે FSLની ટીમ પણ પહોચી હતી. જ્યાંથી હીનાની લાશને વડોદરાના SSG પોસ્ર્ટમોટર્મ માટે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં શિવાંશ એકલો પડી ગયો છે.

સચિન સાથે હીનાએ ઝઘડો કરતા સચિને હીનાની હત્યા કરી નાંખી પણ તેણે આ હત્યા કરતા પહેલા કોઈની પણ જિંદગી વિશે થોડું પણ ના વિચાર્યું અને હીનાની ગળું દબાવી હત્યા કરી નાખી. આ હત્યા બાદ સચિને પોતાની સાથે સાથે અન્ય ચાર લોકોની જિંદગી નર્ક બનાવી નાંખી છે. સચિને તો હીનાની હત્યા કરી તેને મોત આપી દીધું હવે સચિન તો જેલ ભેગો થઈ જશે તેની જિંદગી જેલમાં વીતશે. પણ માસુમ શિવાંશનું શું. સચિનની પત્ની આરાધનાની જિંદગી પતિ વગર વીતશે અને આરાધના તેના બાળક ધ્રુવનો પણ શું ગુનો. તે પણ પિતા વગરનો થઇ જશે. સચિને બીજા લગ્ન કર્યા બાદ હીનાની હત્યા કરતા ચાર લોકોની જિંદગી બરબાદ કરી નાંખી છે.

Your email address will not be published. Required fields are marked *