છારાનગર દમનના વિવાદિત પીએસઆઈ મોરીની તાત્કાલીક અસરથી બદલી કરાઈ

| Updated: April 9, 2022 8:02 pm

સરદરનગર વિસ્તારમાં લોકો પર થયેલા દમન કેસમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ સામે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં પીએસઆઈ ડી કે મોરી સામે પણ તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે તેમને નરોડા પોસ્ટીંગ આપવમાં આવ્યું હતુ. જોકે હવે તેમને ત્યાંથી તાત્કાલીક અસરથી બદલી કરીને આંનદનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએસઆઇ ડી કે મોરી માટે નરોડા વિતારમાં રહેતો એક ખાનગી માણસ ભલામણ લઈને ભોગ બનનાર પાસે ગયો હોવાની વાત સામે આવી છે. ભોગ બનનાર લોકોએ આ ખાનગી માણસને ખખડાવીને કાઢી મુક્યો હતો. છારાનગર પોલીસ દમન કેસમાં મેટ્રો કોર્ટે ડી કે મોરી સહિત ચારની વિરુદ્ધ વોરંટ જારી કાર્યના ગણતરીના જ કલાકમાં પોલીસ કમિશનરે પીએસઆઇની બદલી કરવાની ફરજ પડી હતી.

વર્ષ 2018માં છારાનગરમાં દારૂની રેડ કરવા જતાં પીએસઆઇ ડી કે મોરી ઉપર અમુક લોકોએ હુમલો કર્યો હોવાનો કંટ્રોલ મેસેજ કરી પોલીસને ગુમરાહ કરી હતી. આ મામલે પોલીસે સયુંકત ઓપરેશન કરી લોકોને ઘરમાંથી બહાર કાઢી વાહનોની તોડ ફોડ કરી હતી. પોલીસ પર હુમલો કર્યો હોવાનુ કહીને પોલીસે 27 લોકોની ધરપકડ કરી હતી. તેમાં કેટલાક લોકોએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.

જેમાં કોર્ટે જેતે સમયના સેકરર-2, ઝોન 4 ડીસીપી, પી.આઈ વિરાણી, પી.એસ.આઈ. ડી.કે.મોરી, જે.જી.ધીલ્લોન સામે ફરિયાદ કરી હતી. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓએ મોરીની પોલીસે સરદારનગર પોલીસ મથક માંથી નરોડા પોલીસ મથકમાં બદલી કરી હતી. આ મામલે ફરિયાદીએ જણાવ્યું હતુ કે, અમારી માંગણી પીએસઆઇ મોરીને ડિસમિસ કરવાની અને 27 લોકોની વિરુદ્ધ કરેલા કેસ પાછો ખેંચવાની રજુઆત કરી છે. જ્યાં સુધી ડિસમિસ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.

Your email address will not be published.