નરોડામાં યુવતીએ વેપારીને પ્રેમ જાળમાં ફસાવી રૂ.9.55 લાખ પડાવ્યા

| Updated: April 28, 2022 9:36 pm

શિક્ષિકા હોવાનુ કહીને એક યુવતીએ જ્વેલર્સના વેપારીને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને પૈસા પડાવ્યા હતા. બાદમાં વેપારીને હોટલમાં લઈ જઈ શારીરીક સુખમાંણીને વિડીયો બનાવી દીધો હતો અને જો પૈસા નહીં આપે તો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો કરી નાખીશ તેવી ધમકી આપીને વેપારી પાસેથી રૂ.9 લાખ પડાવી લીધા હતા, એટલુ જ નહીં બીજા રૂ.9 લાખની માંગણી કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેથી તંગ આવેલા વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના બે મિત્રોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

કઠવાડા પાસે જ્વેલર્સની દુકાન ધરાવી વેપાર કરતા રાકેશભાઈ (નામ બદલેલ છે) નરોડામાં તેમની પત્ની અને બાળક સાથે રહે છે. એક વર્ષ પહેલા રાકેશભાઈ દુકાને હાજર હતા ત્યારે એક મહિલા ગ્રાહક દુકાનમાં આવી હતી અને પોતાનુ નામ અંજલી અને ગાંધીનગર ખાતે રહેતી હોવાનુ તથા પોતે લીટલ સાઈલ્ડસ સ્કુલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હોવાનુ જણાવીને સોનાની કાનમાં પહેરવાની રૂ.7 હજારની કડી ગીરવે મુકી હતી. એક માસ બાદ અંજલી ફરી વખત રાકેશભાઈની દુકાન ગઈ હતી અને મારરે પૈસાની જરૂર છે તો તમે મને બીજા સાત હજાર આપો હું થોડા દિવસમાં પરત આપી દઈશ તેમ કહીને રાકેશભાઈ પાસેથી રૂ.7 હજાર મેળવી લીધા હતા. બાદમાં અંજલી રોજ રાકેશભાઈને ફોન કરીને મિત્રતા કેળવી હતી અને રાકેશભાઈને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા.

બાદમાં આ અંજલીએ રાકેશભાઈ પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવવાનુ શરૂ કરી દીધુ હતુ. બાદમાં એક દિવસ રાકેશભાઈ દુકાને હાજર હતા ત્યારે અંજલીએ ફોન કરીને હુ ગર્ભવતી છુ મને પૈસાની જરૂર છે તેમ કહીને 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં તુ મારી સાથે લગ્ન નહીં કરે તો હુ આત્મહત્યા કરી લઈશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકીઓ આપલા લાગી હતી. બાદમાં એક દિવસ અંજલી રાકેશભાઈને એક હોટલમાં લઈ ગઈ હતી જ્યાં તેમની સાથે શરીરી સુખ માણ્યુ હતુ અને રાકેશભાઈની જાણ બહાર વિડીયો ઉતારી દીધો હતો.

બાદમાં અંજલી અને તે બે મિત્રો અવાર નવાર રાકેશભાઈને ફોન કરીને જો પૈસા નહીં આપે તો હુ તારા વિડીયો અને ફોટા સોશિયલ મિડીયામાં વહેતા કરી દઈશ તેવી ધમકી આપીને કુલ રૂ.9.55 લાખ પડાવી લીધા હતા અને બીજા રૂ.9 લાખની માંગણી કરતા હતા. આવી ધમકીઓથી તંગ આવેલા રાકેશભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં અંજલી અને તેના બે મિત્રોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.