નિકોલના વેપારી સાથે ટ્રાવેલ એજન્ટે 9.32 લાખની ઠગાઇ આચરી

| Updated: August 4, 2022 9:02 pm

શહેરમાં રહેતા એક વેપારી સાથે ટ્રાવેલ એજન્ટએ 9 લાખની છેતરપીંડી આચરી છે. જેમાં વેપારીએ ટ્રાવેલ્સ એજન્ટને પ્રવાસનું પેકેજ નક્કી કરી 9.32 લાખ રુપિયા પણ આપી દીધા હતા. એજન્ટે બુંકિંગ તો કર્યું પણ હોટલ સહિતની જગ્યાએ પૈસ ચુકવ્યા ન હતા. જેથી પરિવાર ફસાઇ ગયો હતો અને તમામ જગ્યાએ પૈસા ચુકવવા પડ્યા હતા. આ મામલે વેપારીએ એજન્ટ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

બાપુનગર વિસ્તારમાં પવનકુમાર રમેશભાઇ માંગુકીયાએ ટ્રાવેલ એન્જટ મયૂર સામે નિકોલ પોલીસ મથકે ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેના જ વિસ્તારમાં કારખાનુ ધરાવે વેપાર કરે છે. બે વર્ષ પહેલાં ટુરીજમનો વ્યવસાય કરતા મયૂર હિંમતભાઇ શિરોયા સાથે સંપર્ક થયો હતો. પવનને પરિવાર સાથે અમૃતસર, ડેલહાઉસી, ધર્મશાલા સહિતની જગ્યાએ ફરવા જવાનું હોવાથી મયૂરનો સંપર્ક કર્યો હતો અને તેને સાત દિવસનું પેકેજ કરી આપવા કહ્યું હતું.

21 સભ્યના પેકેજ બદલે મયૂરે 9.32 લાખ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જુદા જુદા એકાઉન્ટમાંથી પવને મયૂરને 9.32 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. ત્યારબાદ 5 મે 2022ના રોજ પરિવારના 21 સભ્યો એરપોર્ટથી અમૃતસર જવા નિકળ્યા હતા. જ્યાંથી તેઓ ડેલહાઉસી પહોંચ્યા હતા. ત્યાં ચેક આઉટ કરતા હોટલના બીક બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારે મયૂરે નાંણા ચુકવ્યા હોવાનું પવને જણાવ્યું હતું. પરંતુ હોટલના કર્મચારીએ મયૂરે કોઇ જ પૈસા ચુકવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી મયૂરને ફોન કરતા તેણે માફી માગી પૈસા પરત આપવાનું કહ્યું હતું. ધર્મશાલામાં પણ આજ રીતે મયૂરે કર્યું હતું.

ઉપરાંત તમામ જગ્યાએ પવન ભાઇના પૈસા બાકી નિકળતા તેમણે પૈસા ચુકવી આપ્યા હતા. તે સમયે મયૂરે પરત આવ્યા બાદ પૈસા પરત આપશે તેમ જણાવ્યું હતું. પરત આવ્યા બાદ મયૂરે પૈસા આપવાની જગ્યએ ધમકી આપી હતી. ત્યારબાદ પવન મયૂરને ફોન કરતા તે બંધ આવતો હતો. જ્યારે તેની ઓફિસે જતા તેની ઓફિસે તાળું હતું અને ઘરે પણ તે મળી આવ્યો ન હતો.

Your email address will not be published.