ગુજરાતને આદિવાસીઓએ ધણુ બધું આપ્યું છે: રાહુલ ગાંધી

| Updated: May 11, 2022 12:55 pm

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આજે દાહોદમાં વિધાનસભાની ચુંટણી પહેલા પ્રચારના શંખ ફુંકી દીધા છે.ત્યારે આ સંમેલન દરમિયાન રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કહ્યું કે આદિવાસીઓએ ગુજરાતને ધણું બધું આપ્યું છે.ત્યારે આજે અમારી ટીમ આદિવાસી ભાઇ-બહેનોને મળી અને જાણયું કે ગુજરાતએ આદિવાસીઓને શું આપ્યું છે.અમારી ટીમે તેમની વચ્ચે જઇને તેમની મનની વાત જાણવાની કોશીશ કરી હતી.તેઓનું કહેવું છે કે અમને ગુજરાતે રોજગારી આપી છે અને મંજૂરી આપી છે અને આ મંજૂરીથી અમને સંતુષ્ટ છીએ.

તેઓ સાથે વધુ વાતચિત કરતા માહિતી મળી હતી કે તેઓ ધણા સમયથી ગુજરાતમાં છે અને તેઓ અહિંયા સુખ-શાંતિથી મંજૂરી કરીને પોતાનું જીવન પ્રસાર કરી રહ્યા છે. અન્ય આદિવાસી લોકો સાથે વાત કરતા તેઓ જણાવે છે કે અમને ગુજરાતમાં પૈસાઓ મળે છે અને ગુજરાત જેવા પૈસાઓ બીજા રાજયમાં મળતા નથી જેના કારણે અમે ધણા સમયથી ગુજરાતમાં રોજગારી મેળવા માટે રહીએ છીએ.આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે અમારા પરિવારના લોકો પણ ગુજરાત જ પહેલી પંસદગી છે.કેમકે કામ કરીએ છીએ એટલું વેતન મળી રહે છે.

આ પણ વાંચો-ટીમલીના તાલે “રાગા” નો ડાન્સ: મતદાતાઓને રિઝવવા આદિવાસી ગીત પર રાહુલ ગાંધી સ્ટેજ પર ઝૂમ્યા

પીએમ મોદીની મુલાકાતના 20 દિવસ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) મંગળવારે દાહોદ પહોંચ્યા હતા. જ્યાં તેઓ આદિવાસી સમુદાયની વચ્ચે એક ભવ્ય સભામાં ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. આવી સ્થિતિમાં આદિવાસી સમુદાયને મદદ કરવા માટે રાહુલ ગાંધી(Rahul Gandhi) કઈ રાજકીય યુક્તિઓ રમે છે અને પીએમ મોદીના રાજકીય એજન્ડાના કેસને કાપી નાખે છે તેના પર તમામની નજર રહેશે, કારણ કે ગુજરાતમાં આદિવાસી મતદારો રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમુદાય છે, જેમના માટે 27 બેઠકો અનામત છે. આ 27 બેઠકો ઉપરાંત ગુજરાતમાં કેટલીક એવી બેઠકો છે જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક છે. આથી જ કોંગ્રેસથી લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી પર આદિવાસી મતદારોની નજર ટકેલી છે, તેમના સુધી પહોંચવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

Your email address will not be published.