ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવનું રાજીનામુઃ નવા સીએમની આજે પસંદગી

| Updated: May 14, 2022 4:59 pm

અગરતલાઃ ત્રિપુરાના વર્તમાન મુખ્યપ્રધઆન બિપ્લબ દેવે રાજીનામુ આપ્યું છે. તેઓએ રાજીનામુ ગવર્નરને સુપ્રદ કર્યુ છે. ભાજપ વિધાનસભા પક્ષના હોદ્દેદરોની બેઠક આજે જ મળશે. તેઓ આજે જ સાંજે નવા સીએમની પસંદગી કરશે તેમ માનવામાં આવે છે.

ત્રિપુરાના સીએમે કેમ રાજીનામુ આપ્યુ તેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પણ તેનો તખ્તો તાજેતરમાં અમિત શાહે ઉત્તર-પૂર્વનો પ્રવાસ ખેડ્યો ત્યારે ઘડાઈ ગયો હોય તેમ મનાય છે. તેઓ સાત જાન્યુઆરી 2016થી ત્રિપુરા ભાજપના વડા હતા. તેમણે 2018માં ભાજપને મળેલી વિધાનસભા ચૂંટણીના વિજયમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. ભાજપના આ વિજય સાથે સામ્યવાદી પક્ષના 25 વર્ષના શાસનનો અંત આવી ગયો હતો.

તાજેતરમાં ભાજપના એક પછી એક મુખ્યપ્રધાનોએ રાજીનામા આપવા પડ્યા છે, તેમા હવે બિપ્લબ દેબનો નંબર લાગ્યો છે. કર્ણાટકના યેદિયુરપ્પા, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ટી.કે. રાવત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, આસામના સરબાનંદ સોનોવાલે રાજીનામા આપ્યા હતા. તેમા ફક્ત સરવાનંદ સોનોવોલને જ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જયારે યોગી ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહર ખટ્ટર, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે.

Your email address will not be published.