ટ્રમ્પને મળ્યો ટેક્વોન્ડોનો બ્લેક બેલ્ટ, લોકોમાં હસાહસ

| Updated: November 24, 2021 2:55 pm

ટેકવોન્ડોમાં નવમી ડિગ્રીનો બ્લેક બેલ્ટ મેળવતા, ડોનાલ્ડ ટ્રમ્પ માટે ક્યારેક એવું લાગે છે કે એમને અમેરિકન રાજકારણ માટે જાણે લાલુ પ્રસાદ વત્તા રામદાસ આઠવલે વત્તા સાક્ષી મહારાજને ભાંગીને ન ઘડાયા હોય.

બિન-રાજકીય હોવાનો દાવો કરતી વર્લ્ડ માર્શલ આર્ટ સંસ્થાએ જણાવ્યું છે કે આ ખિતાબ માટે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પની પસંદગી તેમણે કરેલા ‘સ્વરક્ષણ’ના અનુમોદન માટે થઇ છે. ટ્રમ્પ આ માનદ પદવી મેળવીને ખુશ હોવાનું જાણવા મળે છે.

અપેક્ષા મુજબ, ફેસબુક પર સમારંભની તસવીરો આવતાં જ સોશિયલ મીડિયા પર મીમજુવાળ ફાટી નીકળ્યો. માર-એ-લાગો, ફ્લોરિડાના પામ બીચ ખાતે આવેલા ટ્રમ્પના ખાનગી રિસોર્ટમાં સિઓલ સ્થિત વર્લ્ડ ટેકવોન્ડો ફેડરેશનના (કુક્કીવોન) પ્રમુખ લી ડોંગ-સીઓપ દ્વારા આ માનદ બ્લેક બેલ્ટ આપવામાં આવ્યો હતો.

કેટલીક પોસ્ટ રમુજી હતી.

કેટલીક થોડી વધારે અપમાનજનક હતી

આ બધા કટાક્ષની કોઈ અસર ના થતી હોય એમ, નફિકરા ટ્રમ્પે જાહેર કર્યું છે કે જો ફરીથી વ્હાઇટ હાઉસમાં એમનો પ્રવેશ થશે તો તે આ પટ્ટો અમેરિકન કોંગ્રેસમાં પહેરીને જશે. ટેકવૉન્ડોના અભ્યાસુ દ્વારા પ્રાપ્ત કરી શકાતો સૌથી ઊંચામાં ઊંચો બેલ્ટ નવમા સ્તરનો બ્લેક બેલ્ટ છે.

ટ્રમ્પ એકમાત્ર એવા વિશ્વ નેતા નથી કે જેમણે ટેકવોન્ડોમાં 9મો ડેન બ્લેક બેલ્ટ મેળવ્યો છે. 2013 માં વ્લાદિમીર પુતિનને પણ બ્લેક બેલ્ટ મળ્યો હતો અને દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટેકવોન્ડો ના ગ્રાન્ડમાસ્ટર બનાવવામાં આવ્યા હતા. પુતિન તેમની શારીરિક તંદુરસ્તી માટે જાણીતા છે જે ટ્રમ્પ માટે કહેવાય એવું નથી.

અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું કે “તેમણે સામાન્ય રીતે માર્શલ આર્ટ અથવા ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે ખાસ કંઈ કર્યું નથી. આ તો ટ્રમ્પના મિથ્યાભિમાનને તાબે થતા એક વ્યક્તિનો મામલો છે.”

Your email address will not be published. Required fields are marked *