મોંઘવારીના માર માટે થઈ જાઓ તૈયાર! કાર, મોબાઈલ, TV, ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓમાં થશે ભાવવધારો

| Updated: September 24, 2021 4:19 pm

મોંઘવારીનો વધુ એક ડોઝ લેવા તૈયાર થઈ જાઓ, કારણ કે ટૂંક સમયમાં જ કાર, ટુ-વ્હીલર્સ, સ્માર્ટફોન, લેપટોપ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ અને એર-કંડિશનર્સમાં ભાવવધારાનો થવાનો છે. આ વર્ષે ઇનપુટ અને નૂર ખર્ચમાં સતત વધારો થવાથી ઘરવપરાશની મોટી-મોટી ચીજવસ્તુઓમાં ભાવવધારો તોળાઈ રહ્યો છે.

આ મામલે વાતચીત કરતા એક ઉત્પાદકે કહ્યું હતુ કે, “અમે આનાથી વધુ ખરાબ સમય ક્યારેય જોયો નથી.” ટૂંક સમયમાં જ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની કિંમતોમાં 8% સુધીનો વધારો જોવા મળી શકે છે, જ્યારે કાર અને ટુ-વ્હીલર્સમાં આગામી સપ્તાહમાં 1-2% નો વધારો જોવા મળી શકે છે. છેલ્લા 12-18 મહિનામાં કાર અને ટુ-વ્હીલરના ભાવમાં કેટલાક 10-15% નો વધારો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સ્ટીલના ભાવ લગભગ બમણાં થઈ ગયાં છે, જ્યારે એલ્યુમિનિયમ અને કોપરના ભાવ 20-25%વધ્યા છે. સેમિકન્ડક્ટરની ચિપના ભાવમાં 25-75%વધી રહ્યા છે. એટલુ જ નહીં નૂર ખર્ચમાં પણ બેથી ત્રણ ગણો વધારો નોંધાયો છે.

આ એપ્લાયન્સને બનાવતી કંપનીઓએ કેટલાક જરૂરી કમ્પોનેન્ટની કમી અને મેટલની કિંમતમાં વધારાના કારણે અગાઉ પણ ભાવ વધાર્યા હતા. વળી એમના વેચાણ પર લોકડાઉનની પણ ખરાબ અસર પડી છે.  વળી પ્રોડક્સ્ટ્સનું ઈમ્પોર્ટ કરવું પણ મોંઘુ થઇ ગયું છે કારણ કે સરકારે તૈયાર યુનિટને બીજા દેશોથી મંગાવવા પર 20% ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી દીધી છે. એટલે ઈમ્પોર્ટ કરવાનો વિકલ્પ પણ ખતમ થઇ ગયો છે તો એવામાં ભાવમાં વધારો કરવોવો એક માત્ર ઉપાય છે.

મોંઘવારી અને ભાવ વધારાની ટુ-વ્હીલર માર્કેટ પર બહુ જ ખરાબ અસર થઈ છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં સૌથી વધુ વેચાયેલી 10 કારના મોડલની કિંમત પાંચ વખત બદલાઈ છે.

તો સરકાર તરફથી પણ મધ્યમવર્ગ પર વધુ એક મોંઘવારીનો ઘા ઝીંકાવાની તૈયારી ચાલી રહી છે. સરકાર રાંધણ ગેસ સિલિન્ડર પરની સબસિડી બંધ કરવા માટે વિચારણા કરી રહી છે. જો આવુ થયુ તો એક સિલિન્ડર માટે લોકોએ 1000 રૂપિયા સુધી ચુકવવા પડી શકે છે.

Your email address will not be published. Required fields are marked *