ટ્વિટરે ભારતના આટલા એકાઉન્ટ કર્યા બંધ

| Updated: July 5, 2022 4:29 pm

ટ્વિટરએ(Twitter) તેણે આપેલી માર્ગદર્શિકાના ઉલ્લંધન કરતા ભારતીય વપરાશકર્તાઓમાંથી 46,000થી એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે પર તેના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.આ જે એકાઉન્ટ હતા તે 26 એપ્રિલ, 2022 અને મે 25, 2022 ની વચ્ચે તેની સ્થાનિક ફરિયાદ પદ્ધતિ દ્વારા ભારતમાં 1,698 ફરિયાદો મળી હતી જે બાદ હવે તે બંધ કરી દેવામાં આવ્યા છે.

Twitter (Twitter) એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતુ કે અમેએવા વર્તનને સહન કરતા નથી કે જે હેરાન કરે છે.સાથે ધમકી આપે છે.અથવા તો ડરનો ઉપયોગ કરે છે કોઇ અન્યને શાંત રાખવા માટે.

અહેવાલમાં જણાવ્યું હતું કે, “જ્યારે અમે અમારા પ્લેટફોર્મ પર પોતાની જાતને વ્યક્ત કરવા માટે દરેકને આવકારીએ છીએ, અમે એવા વર્તનને સહન કરતા નથી કે જે હેરાન કરે, ધમકી આપે, અમાનવીય બનાવે અથવા અન્યના અવાજને શાંત કરવા માટે ડરનો ઉપયોગ કરે.” દરમિયાન રવિવારે તેના માસિક પારદર્શિતા અહેવાલ મુજબ, Google India એ બાળ જાતીય દુર્વ્યવહાર અને હિંસક ઉગ્રવાદી સામગ્રી જેવી હાનિકારક સામગ્રીના પ્રસારને રોકવા માટે સ્વયંસંચાલિત શોધ દ્વારા મે મહિનામાં ખરાબ કનટેન્ટના 393,303 ટુકડાઓ રીમૂવ કર્યા.

WhatsAppએ પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ મે મહિનામાં ભારતમાં 19 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

Your email address will not be published.