Twitter: નાઈજીરિયાએ સાત મહિના પછી ટ્વિટર પરનો પ્રતિબંધ હટાવ્યો

| Updated: January 13, 2022 1:02 pm

પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરીયામાં સાત મહિના બાદ ત્યાંની સરકારે ટ્વિટર પરનો પ્રતિબંધ હટાવી લીધો હોવાનું સામે આવ્યું છે.સોશિયલ મીડિયા નેટવર્ક દ્વારા રાષ્ટ્રપતિ બુહારીની પોસ્ટને દૂર કર્યા પછી તરત જ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ નિર્દેશ આપ્યો છે કે ટ્વિટર ગુરુવારે દેશમાં ફરીથી કામગીરી કરશે અને તેની સાથે આ પ્રંતિબંધને કારણે દેશના 20 કરોડથી વધુ લોકો સોશિયલ મીડિયા નેટવર્કથી દૂર થઈ ગયા હોવાની માહિતી મળી છે.નાઇજીરીયામાં ટ્વિટર Twitterપર પ્રતિબંધ મૂકવા માટે ભારે ટીકા થઇ હતી.

નાઇજીરીયામાં ઓફિસ ખોલવા સાથે કેટલીક શરતો પૂરી કરવા માટે સંમત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.નાઇજીરીયાના કોર્પોરેટ ટાંકીને ગયા વર્ષે 4 જૂને સોશિયલ નેટવર્કિંગ સાઇટની કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી હતી.

સોશિયલ મીડિયા નેટવર્કના બુહારી દ્વારા એક પોસ્ટને દૂર કર્યા પછી તરત જ આ પગલું ભરવામાં આવ્યું હતું અને તેની નોંધપાત્ર નિંદા કરવામાં આવી હતી અને આ ખૂબ જ આશ્ચર્યજનક હતું.અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંના એકમાં ટ્વિટર બંધ થવું એ ખૂબ આશ્ચર્યજનક જોવા મળ્યું હતું.

રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ શું કહ્યું તે વિશે

અબ્દુલ્લાહીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી કાર્યવાહી એ કંપનીના કાયદેસર હિતોને જોખમમાં મૂક્યા વિના દેશ માટે મહત્તમ પરસ્પર લાભ પ્રાપ્ત કરવા માટે ટ્વિટર સાથેના અમારા સંબંધોને ફરીથી તપાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે આદરપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સફળ રહી છે.ટ્વિટરના પ્રવક્તાએ ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો.તેવી પણ માહિતી સાથે આપી હતી.

Your email address will not be published. Required fields are marked *