શૂટઆઉટ એટ ગાંધીનગર : મિત્રતામાં ગદ્દારી કરી હત્યા નીપજાવનાર આરોપી ઝડપાયા

| Updated: September 25, 2021 3:33 pm

ગાંધીનગરમાં 6 દિવસ પહેલા સામ્રાજ્ય ફાર્મમાં થયેલ ફાયરીંગ કરી પ્રવીણ માણીયાની હત્યા કરનાર બે આરોપીયોની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. હડમતીયા ગામ નજીક આવેલ સામ્રાજ્ય ફાર્મમાં પ્રવીણ માણીયા પર તેમના મિત્રો જ ફાયરીંગ કરતા મોત નીપજ્યું હતું.

થોડા દિવસો પહેલા  સામ્રાજ્ય ફાર્મમાં જમીન દલાલ અને મિત્રો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં પ્રવીણ માણીયાના મિત્રો જ તેમના પર ફાયરીંગ કરી નાસી છુટ્યા હતા. જે બન્ને આરોપીઓને ગણતરીના દિવસોમાં જ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર તેમજ અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપી તરૂણસિંહે તલવાર વડે હુમલો કરતા અને જયદીપસિંહ ગોહિલે રિવોલ્વરથી ફાયરીંગ કરતા પ્રવીણમાણીયાનું મોત નીપજ્યું હતું.

એલસીબી પોલીસે ખાનગી રાહે તપાસ કરતા બાતમી મળી હતી કે એક આરોપી મહારાષ્ટ્રના લોનાવાલામાં છુપાયેલ છે. અને અન્ય આરોપીની સંભવિત જગ્યાઓ પર તપાસ હાથ ધરી બંને આરોપીયોને ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે ફાયરીંગ કોઈ જૂની અદાવત રાખી કે મહેફિલમાં થયેલ તકરાર બાબતને લઈને કર્યું હતું તે વધુ પૂછપરછ બાદ સામે આવશે. હાલ એલસીબી પોલીસે આરોપીઓ પાસે રહેલ રિવોલ્વર અને હથિયાર કબ્જે કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો 6 દિવસ પહેલા ગાંધીનગર પાસેના હડમતીયા ગામની સીમામાં આવેલ સામ્રાજ્ય ફાર્મ પર મોડી રાત્રે જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા લોકોની પાર્ટી યોજાઈ હતી. આ દરમિયાન પાર્ટીમાં રહેલા જમીન દલાલ પ્રવિણ પટેલ અકા માણીયાએ એવું કહ્યું કે આવી પાર્ટી હોય? અમે આપીએ એ પાર્ટી જોજો કેવી હોય? આ બાબતને લઈ પાર્ટીમાં બઠેલા શખસો ઉશ્કેરાયા હતા. આ દરમિયાન તરુણસિંહ અશોકસિંહ ઝાલા નામના શખ્સે તલવાર વડે હુમલો કરી પ્રવિણ પટેલ અકા માણીયાને ઈજાગ્રસ્ત કર્યા હતા. તે સાથે જ જયદિપસિંહ સનુભા ગોહિલે તેની પાસેની રિવોલ્વર વડે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પ્રવિણ માણીયાને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરીંગ કરતા પ્રવીણ માણીયાનું મોત નીપજ્યું હતું.

પ્રવીણ માણીયા

Your email address will not be published. Required fields are marked *