જમાલપુરમાં પેન્ટ હાઉસ ભાડે રાખી ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે મોટા બુક્કી પકડાયા

| Updated: May 18, 2022 9:33 pm

શહેરના જમાલપુર વિસ્તારમાં ફ્લેટ ભાડી રાખી ક્રિકેટ સટ્ટો રમાડતા મોટા ગજાના બે બુક્કીઓ પકડાયા છે. તેમની પાસે ગ્રાહકોના ફોન માટે જ 10 મોબાઇલ ફોનની લાઇનની વ્યવસ્થા પણ કરાઇ હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી બે બુક્કીની ધરપકડ કરી છે અને રાજકોટના રોકી નામના સોદા લેનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શહેરના જમાલપુર કેળાવાળી મસ્જીદ પાસે સુબ્બાખાન ફ્લેટના સાતમાં માળે ભાવેશ ઠક્કર, મયંક પટેલ આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. તે આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી. જ્યા બે શખસો બેઠા હતા અને મોબાઇલ છુટ્ટા પડ્યા હતા. ફોનમાં હૈદરાબાદ તથા મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની ક્રેકેટ મેચનું પ્રસારણ ચાલી રહ્યું હતુ. પોલીસે ભાવેશ ઉર્ફે ભુપેન્દ્ર મહેશભાઇ ઠક્કર(રહે. દક્ષીણી સોસાયટી, મણિનગર) અને મયંક કૌશિક પટેલ(રહે. પટેલ વાસ, દસક્રોઇ)ને પકડી પાડ્યો હતો.

પોલીસે મોબાઇલ ફોન, ફોન રેકોર્ડર, મોમ્યુનીકેટર બોક્ષ જેમાં ગ્રાહકોના ઇનકમીંગ કોલ માટે નોકીયાના 10 મોબાઇલ ફોન કનેક્ટ કરી ઇલેક્ટ્રીક કોમ્યુનીકેટર બોક્ષ પણ મળી આવ્યું હતુ. લેપટોપ સહિતની મોબાઇલનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મોટા પાયે અનેક સ્થળો પર ક્રિકેટ સટ્ટો ચાલી રહ્યો હોવાનું નકારી શકાય તેમ નથી પરંતુ પોલીસ ચોક્કસ લોકોને જ ટાર્ગેટ બનાવી રહી હોાવની ચર્ચા છે.

Your email address will not be published.