વાપીમાં ગમગીની : મોરાઇ તળાવમાં બે બાળકોના ડૂબવાથી મોત

| Updated: September 25, 2021 3:42 pm

વાપીના મોરાઇ તળાવમાં બે બાળકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવતા પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ગઈકાલે બે બાળકો મોરાઇ તળાવમાં ડૂબી ગયા હતા જયારે ભારે જહેમત બાદ બન્ને બાળકોની લાશ ફાયરની ટીમે આજે બહાર નીકાળી હતી.

દક્ષિણ ગુજરાતના અનેક પંથકોમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ગઈ કાલે એક 9 વર્ષનો અને 10 વર્ષનો બાળક તળાવની નજીક રમતા રમતા તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ વાપી પાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી હતી. જે ઘટનાના એક દિવસ બાદ બંને બાળકોની લાશ મળી આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહને બહાર નીકળ્યા હતા.

બન્ને પરિવારના વ્હાલસોયા બે બાળકોના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. સમગ્ર ઘટના મામલે વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *