સરકારની ઉજ્જવલા યોજના નિષ્ફળ? લગભગ 2 કરોડ લોકોએ 2022માં એકપણ સિલેન્ડર ખરીદ્યો નથી

| Updated: August 1, 2022 4:57 pm

સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી ઉજ્જવલા યોજના શું ખરેખર નિષ્ફળ ગઈ છે? સરકારને ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને એલપીજી (LPG) ગેસના બાટલાનું જોડાણ મફત આપ્યુ, પરંતુ ગેસના ભાવનું શું. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં બે કરોડ લોકોએ ગેસનો બાટલો ફરી ભરાવ્યો જ નથી. પ્રતિ દિન માંડ 200 રૂપિયા કે તેથી ઓછું કમાતો ગરીબ વ્યક્તિ મહિનાના એક ગેસના બાટલાના હજાર રૂપિયા ક્યાંથી કાઢે. 2014 માં આ ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમત 410 રૂપિયા હતી જે વધીને 1000 રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

સમાજના નબળા અને ગરીબ વર્ગના લોકો સુધી રસોઈ ગેસ સિલેન્ડર પહોંચાડવા માટે સરકારે ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ શરૂઆતમાં ઘણી બધી સુવિધાઓ સાથે 18 વર્ષથી વધારે ઉંમરની વંચિત મહિલાઓને વર્ષમાં 12 સિલેન્ડર માટે દર ગેસ સિલેન્ડર પર ₹200 સબ્સિડી આપવામાં આવતી હતી.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા જવાબ અુસાર તેમાંથી માત્ર 4 કરોડ 95 લાખ ગ્રાહકોએ વર્ષ 2022માં ત્રણ અથવા ત્રણથી વધારે રસોઈ ગેસ સિલેન્ડરનો ઉપયોગ કર્યો. એટલે અડધા ગ્રાહકોએ ત્રણ અથવા ત્રણથી ઓછા ગેસ સિલેન્ડરનો ઉપયોગ કર્યો છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે, ભારતમાં વધતાં જતાં ભાવને લીધે ગરીબ વર્ગો પર કેટલી અસર થઈ છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સરકાર તરફથી રાજ્યસભામાં રસોઈ ગેસને લઈને લેખિત જાણકારી આપી છે. જે અનુસાર દેશભરમાં રસોઈ ગેસના લગભગ 90 લાખ ગ્રાહક છે. અને લગભગ બે કરોડ ગ્રાહકોએ નાણાકીય વર્ષ 2022માં એકપણ સિલેન્ડર ખરીદ્યો નથી.

આ પણ વાંચો: સિલિન્ડરના વધતા ભાવે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો ચૂલો બુઝાવી દીધો

Your email address will not be published.