રાજ્યમાં બે દિવસ અગનવર્ષાની આગાહી, 45 ડિગ્રી સુધી જઈ શકે છે પારો

| Updated: April 8, 2022 9:45 pm

રાજ્યમાં બે દિવસ અગનવર્ષા જેવો માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં બે દિવસ સીવીયર હિટવેવની આગાહી છે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લા સહિત સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

સતત વધી રહેલી ગરમીને પગલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન કચ્છના કંડલામાં 45 ડિગ્રી જેટલું નોંધાયુ હતું. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી કોઈ જ શક્યતા નથી.

અમદાવાદમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ હીટ એક્શન પ્લાન તૈયાર કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ દિવસોમાં બપોરે 12થી ચાર વાગ્યા સુધી બાંધકામ સાઈટો પર કામગીરી બંધ રાખવા માટે બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગરમીના સમયમાં શહેરના તમામ બગીચા બપોરના સમયે પણ લોકો માટે ખુલ્લા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય ટ્રાફિક જક્શનો પર ગ્રીન નેટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગરમીના દિવસો દરમિયાન અર્બન હેલ્થ સેંટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રખાશે. AMTS, BRTSના તમામ બસ સ્ટેશનો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત ORSના પેકેટનું વિતરણ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Your email address will not be published.