શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા ઉત્તરાયણના બીજા દિવસે પણ રજા જાહેર કરી

| Updated: January 14, 2022 8:06 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ચર્ચા કરી હતી. જેમાં શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, ગત ગુરુવારે સરકારી કચેરીઓમાં રજા જાહેર કરાઈ હતી.

ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા હોય છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.16/01/2022ના રોજ પણ રવિવારની જાહેર રજા આવતી હોવાથી રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) તથા વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ મળે તેમજ પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)માં તા.15/01/2022 ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કરેલ છે.

Your email address will not be published.