પાટણમાં સિઝનના બીજા વરસાદે તરાજી સર્જી, વીજળી પડતા બે લોકોના મોત, અનેક ઘરોને ભારે નુકસાન

| Updated: July 2, 2022 4:20 pm

પાટણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગતરોજ પડેલા વરસાદે બે લોકોના જીવ લીધા છે. ભારે પવન ફુંકાતા કેટલાક વિસ્તારોમાં તારજીના દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી બાજુ વીજળી પડતા બે લોકોના મોત થયા છે.

પાટણમાં ઘણા લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ અને ભારે ગાજવીજ તેમજ પવનના કારણે લોકોના મકાનોને પણ નુકસાન થયું છે. હારીજ તાલુકાના જશોમાવ ગામ ખાતે ઈંટોના ભઠ્ઠાના મજૂરો ઉપર વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુપીના મજૂરનું મોત થયું છે. તેમજ બે મજૂરોને ઇજાઓ પહોંચી છે. સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે લાકડાના લાટીના માલિક પ્રવીણ ભેમાંભાઈ સુથાર દુકાનનું શટર ખોલતા હતા, ત્યારે વીજ કરંટ લાગત મોત થયું હતું.

આ ઉપરાંત પાટણ જિલ્લામાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર જેટલા પશુઓના મોત થયા છે. હારીજ શહેરમાં પણ વીજ થાંભલો પડવાથી બે આંખલાઓના મોત થયા છે.

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આગામી 5થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 જુલાઈ સુધી હ‌ળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 22થી 23 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Your email address will not be published.