પોરબંદરમાં નીરમા કેમિકલ કમ્પનીમાં સ્લેબ પડતાં બે લોકોના મોત, 4ને ગંભીર ઇજાઓ

| Updated: October 14, 2021 8:44 am

પોરબંદર હાઇવે પર આવેલી નિરમા કમ્પનીમાં પાછળના ભાગે બનેલા સ્લેબ અચાનક તૂટતા 5 લોકો દટાઈ ગયા હતા. તયારે આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ ફાયરમબીગ્રેડને કરવમાં આવતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 3 લોકોને બચાવમાં આવ્યા હતા.તયારે બે લોકોની લાશને બહાર નિકાળવમાં આવી હતી. પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે પોરબંદર-સોમનાથ હાઈવે પર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં આજે બપોરે લાઈમ કીલન વિભાગમાં એકાએક સ્લેબ પડતા સ્થળ પર કામ કરી રહેલા 5 કર્મચારીઓ તેમાં નીચે દબાયા હતા. આ અકસ્માતમાં અગ્રાવત હિરેન પ્રભુદાસ નામના 34 વર્ષિય એન્જીનયરનું મોત નિપજ્યુ છે.જ્યારે ચાર કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી સારવાર દરમિયાન એક કામદારનું મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોરબંદર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

હાલ તો આ અકસ્માત અંગે કંપની તેમજ તંત્ર દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી અને હાલ પુરતી કંપનીની અંદર તમામ કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી છે. અનેં કંપનીના સંચાલકોએ પણ ભેદી મૌન સેવ્યું છે

Your email address will not be published. Required fields are marked *