ગુજરાતની બે કંપનીઓએ આ અઠવાડિયે આઈપીઓ લોંચ કર્યા

| Updated: May 11, 2022 1:10 pm

ગુજરાતની (Gujarat) બે કંપનીઓ પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિસ અને વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે આ અઠવાડિયે તેમના આઇપીઓ (IPO) લઈને આવ્યા છે. પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસનો IPO મંગળવારથી શરૂ થયો હતો અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડનો બુધવારે લોન્ચ થયો છે

ગુજરાતની (Gujarat) આ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ કંપની, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસની પ્રાઇસ બેન્ડ 595-630 રૂપિયા પર સેટ છે, અને તેની અપર પ્રાઇસ બેન્ડ પર, તે હિસ્સાના વેચાણ દ્વારા રૂ. 538.68 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઈસ્યુ સંપૂર્ણપણે કંપનીના હાલના શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે જેઓ 85,49,340 શેરો દરેક 5 રૂપિયાની  ની ફેસ વેલ્યુ સાથે ઓફલોડ કરશે.

આ પણ વાંચો: ઉનાળામાં, આ ફળનો રસ ચોક્કસપણે પીવો, તે સખત સૂર્યપ્રકાશમાં પણ ગરમી સામે આપશે રાહત

વિનસ પાઇપ્સ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 10 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 310-326 નક્કી કરવામાં આવી છે.કંપનીનું લક્ષ્ય 165.42 કરોડ રૂપિયાનું  એકત્ર કરવાનું છે. પ્રમોટર્સ તેમનો 16.07% હિસ્સો ઓછો  કરશે અને IPO પછી, કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટીને 48.2% થઈ જશે.

Your email address will not be published.