બિનવારસી દારૂ મામલે કણભાના બે પોલીસકર્મીઓની ધરપકડ કરાઇ

| Updated: January 26, 2022 2:50 pm

ડીજી વીજીલન્સની ટીમ દ્રારા 7 લાખની કિંમતનો બિનવારસી દારૂ મળી આવ્યો હોવાના મામલે કણભા પોલીસ મથકના બે પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે, પોલીસ તપાસમાં બંન્ને શખ્સો હરિયાણાથી દારૂનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો એવી છે કે તાજેતરમાં ડિજી વીજીલન્સની ટીમે 7 લાખની કિંમતનો બિનવારસી કબ્જે કર્યો હતો, જો કે જે તે સમયે આ દારૂનો જથ્થો કોણ ક્યાંથી લાવ્યું હતું તે અંગે કોઇ જ માહિતી મળી ન હતી. જેથી આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન તપાસ બાદ આ દારૂનો જથ્થો કણભા પોલીસ મથકના પોલીસકર્મીઓ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ લાવ્યા હોવાની વિગતો સામે આવી હતી.

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહની સઘન પુછપરછ પણ કરી હતી. તેઓ બંન્ને એમટી સેકશનમાં અને મહિલા ક્રાંઇમ ફરજ બજાવે છે દારૂનો આ જથ્થો તેઓ હરિયાણાથી લાવ્યા હતા. પોલીસે અગાઉ આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પુછપરછમાં આ બંન્ને પોલીસકર્મીઓના નામ બહાર આવ્યા હતા. જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે.

Your email address will not be published.