અમદાવાદમાં એક જ રાતમાં હત્યાના બે બનાવો

| Updated: October 9, 2021 2:57 pm

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં રોજ એકાદ બે હત્યાઓની ઘટના સામાન્ય થતી જાય છે. છેલ્લા બે દિવસમાં માત્ર અમદાવાદ શહેરમાં જ હત્યાના 3થી 4 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે અને પોલીસ માત્ર ફરિયાદ લઈને સંતોષ કરી રહી છે.

શુક્રવારે અમદાવાદ શહેરના એક જ રાતમાં બે હત્યાના બનાવો બનતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. વટવામાં નજીવી બાબતે સાળા અને બનેવી વચ્ચે તકરાર થતા સાળાએ પોતાના બનેવીને છરીના ઘા ઝીકી હત્યા કરીને ફરાર થઇ ગયો છે. જ્યારે સાબરમતીમાં લારી રાખવાની બાબતે બે યુવકો વચ્ચે ઝઘડો થતા એક યુવકે બીજા યુવકને છરીના ઘા મારીને હત્યા કરી છે. ત્યાંજ અમદાવાદ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વટવાના ગરીબ આવાસ યોજનામાં રેહતા એક યુવકના તેના જ બનેવી સાથે નજીવી બાબતમાં તકરાર થઈ હતી. જેના સાળાએ ઉશ્કેરાઇ પોતાના સગા બનેવીને છરીના ઘા મારતા તે યુવાનત ઠળી પડ્યો હતો અને તેને ગંભીર હાલતમાં એલ જી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વટવા પોલીસનો સ્ટાફ અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. ત્યારે આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. વટવા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં સાબરમતી વિસ્તારમાં આવેલા મોટેરા સ્ટેડિયમ ખાતે એક શાકભાજીની લારી ચલાવતો યુવક પોતની લારી રાખતો હતો તે દરમિયાન એક યુવક ત્યાં આવીને કહ્યું હતું કે મારી જગ્યા પર કેમ લારી રાખે છે. આ કહી તેને છરીના ઘા મારતા તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ચાંદખેડા પોલીસે ખૂનનો ગુનો નોંધી ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *