કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ખતરાની ઘંટી, સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થતા તંત્રમાં દોડધામ

| Updated: August 1, 2022 2:51 pm

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું હતું. પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુનું (swine flu) સંક્રમણમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાત્રે સોલા સિવિલ હોસ્પીટલમાં એક દર્દી દાખલ કરવામાં આવ્યો હતો જેનો સ્વાઈન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું.

આ પણ વાંચો: સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, બીમારીઓમાં થઇ રહ્યો છે વધારો

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના (swine flu) કારણે એક દર્દીનું મોત થતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. દર્દીને ગત રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે તેનું મોત થયું હતું. બે દિવસ પહેલા પણ એક દર્દીનું મોત થયું હતું.

અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્રની ઉંઘ હરામ થઈ છે ત્યારે હવે સ્વાઈન ફ્લૂના કેસ સામે આવતા તંત્ર ઉંધા માથે થયું છે. ત્રણ દિવસમાં બે દર્દીના સિવિલ હોસ્પિટલમાં મોત થતા આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે. 29 જુલાઈના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના (swine flu) બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દીનું મોત થયું હતું અને આજે બીજા દર્દીનું પણ મોત થતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી એક વ્યક્તિનું મોત, તંત્રની ચિંતામાં થયો વધારો

અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ગઈકાલે મોડી રાત્રે એક દર્દી ગંભીર સવાસ્થ્ય સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ ડોક્ટરોએ દર્દીઓની શારીરિક તપાસ કરતા દર્દીનો સ્વાઈન ફ્લુનો (swine flu)રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ તબીબોએ દર્દીને સ્વાઈન ફ્લુ વોર્ડમાં શિફ્ટ કર્યો હતો જ્યાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દર્દીને ઓક્સિજનની પણ પડી હતી.

તમને જણાવી દઈએ કે, નારણપુરા અને સરખેજમાં રહેતા એક-એક દર્દીઓને સ્વાઇન ફ્લૂની (swine flu) અસર થતા તેઓને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જયા તેઓને સ્વાઇન ફ્લૂનો બનાવવામાં આવેલ એક સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જેમા 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

Your email address will not be published.