SMCના ડરે દારૂનો ધંધો ઠપ્પ થયો તો કફ સીરપનો ફુલો ફાલ્યો

| Updated: April 17, 2022 6:55 pm

સ્ટેટ મોનિટરીંગ સેલમાં કડક ઓફિસરોની નિમણૂંક થતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ કમને પણ સક્રિય બની છે. જેથી દારુ ઓછો આવતા લોકો કફ શીરપ તરફ વળ્યા છે. કફ શીરપના જથ્થા સાથે બે શખ્સોને બહેરામપુરાથી ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યા છે. પોલીસે 24 હજારનો જથ્થો પકડી પાડ્યો છે. પકડાયેલા બંને શખ્સોને રોજ કફ શીરપ પીવા મળતી અને રોજના 400 રુપિયા વાપરવા પણ મળતા હોવાથી આ વેપાર કરતા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બહેરામપુરા પીરાણા પાસે આવેલા કેલીકો મીલ ગેટ પાસે આવેલી પટેલ ઓટો એસેસરીઝ નામની દુકાનમાં codeine phosphate ધરાવતી કફ સીરપનો જથ્થો હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન પ્રકાશ ઉર્ફે ટાલી રાજુભાઇ ચૌહાણ (રહે. દુઘાભાઇની ચાલી, દાણીલીમડા), જીગ્નેશ ઉર્ફે ભોલુ રમેશભાઇ રાણા (રહે. લાલાભાઇની પોળ, માણેકચોક)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની ત્યા તપાસ કરતા પરમીટ વગર ગેરકાયદેસર કફસીરપનો જથ્થો રાખ્યો હતો. શલી બંધ બોટલો 24 હજારથી વધુની 83 નંગ બોટલો કબ્જે કરાઇ હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, બંને આરોપીઓ ડ્રાઇવીંગનું કામ કરે છે. તેમને કફ શીરપનો નશો કરવાની આદત પડી ગઇ છે. ડ્રાઇવીંગના કામમાં પૈસા બચતા ન હોવાથી તેમણે સઇદ અહેમદ ઉર્ફે બાચા ઉર્ફે લંગડો હૈદરઅલી સૈયદ (રહે બહેરામપુરા) પાસેથી લાવ્યા હતા. અઇદ બહારમપુરા રોડ પર કફ શીરપનું વેચાણ કરે છે. સઇદને પણ કફ શીરપ વેચાણ કરવા માટે માણસોની જરુર હોવાથી તેની માટે કામ કરવા લાગ્યા હતા. સઇદ પકડાયેલા બંને આરોપીઓને કફ શીરપનો જથ્થો આપતો હતો અને તેમણે આ જથ્થો પીરાણા રોડ પર વેચાણ કરી સઇદને પૈસા આપવાના રહેતા હતા. કફ શીરપની બોટલો ફ્રી પીવા આપતો અને રોજના 400 રુપિયા પણ આપતો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.