વડોદરાના બે મેડિકલ સ્ટુડન્ટનું મહિસાગરમાં ડૂબી જવાથી મોત

| Updated: July 10, 2021 9:04 pm

આજે વહેલી સવારે વડોદરા મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થી રસુલપુર મહીસાગર નદીમાં નહાવા પહોંચ્યા હતા જેમાં પાણીના વહેણમાં તણાઈ જવાથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીના મૃત્યુ થયા છે. સૂત્રોએ જણાવ્યું કે એક યુવક અને યુવતી તરતા તરતા નદીમાં ખૂબ આગળ વધી ગયા હતાં. નદી આગળ જતાં ખૂબ ઊંડી હોવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા, સાથીઓ અને સહેલાણીઓ દ્વારા તેમને બહાર કાઢી વડોદરાના સયાજી હોસ્પિટલમાં ડાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા હતા. યુવકનું નામ અમોઘ ગોયલ તેમજ યુવતીનું નામ સિદ્ધિ શાહ હોવાનું જાણવા મળ્યું છે.

Your email address will not be published.