દાહોદમાં યુવતી પર ગેંગરેપ બાદ ધાકધમકી આપી બે વર્ષ સુધી કેસ દબાવી રખાયોઃ હવે કોર્ટના હુકમથી નરાધમો પકડાશે

| Updated: September 26, 2021 8:56 pm

વડોદરા રેપ કેસના કારણે પહેલેથી ચકચાર મચી ગઈ છે, ત્યારે દાહોદમાં પણ આવો જ એક કેસ બહાર આવ્યો છે. દાહોદમાં બે વર્ષ અગાઉ થયેલા ગેંગરેપ મામલે કોર્ટ દ્વારા તમામ આરોપીઓ સામે ફરિયાદ કરવાનો હુકમ કરવામાં આવતા દાહોદ પોલીસે બે મહિલાઓ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધી છે.

મહત્વનું છે કે વર્ષ 2019માં દાહોદમાં એક યુવતી પર 15થી વધારે લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાહોદ કોર્ટમાં પીડિતા દ્વારા કરવામાં આવી હતી. તેની દલીલો અને તપાસ બાદ કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે.

દાહોદમાં રહેતી સગીરા પર 2019માં તારીખ 2 જુલાઈથી તારીખ 25 જુલાઈ દરમિયાન શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુ નગર ખેરૂનીશા મસ્જી પાસે રહેતાં 15 જેટલા યુવકોએ દુષ્કર્મ કર્યું હતું.

આ યુવકો ઉપરાંત આ ગુનામાં 2 મહિલાઓ પણ સામેલ છે. આરોપીઓમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી, મુસ્કાન, બીરદોશી નિજામ રાજુભાઈ કાજીની પત્ની, નિજામ રાજુભાઈ કાજીની માતા આ બે મહિલાઓ સાથે મળી ઉપરોક્ત 15 યુવકોએ સગીરા ઉપર તેના ઘરે તેમજ શહેરમાં અલગ-અલગ સ્થળે દુષ્કર્મ કર્યુ હતું.

દુષ્કર્મ ગુજાર્યા બાદ આ 15 યુવકો તેમજ 2 મહિલાઓ દ્વારા સગીરાને શારિરીક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. આરોપીઓએ દુષ્કર્મ ગુજારી વીડિયો તેમજ ફોટો મોબાઈલ ફોનમાં ઉતાર્યાં બાદ તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ પણ આપી હતી. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આ આરોપીઓ આપતાં હતા.

આ સમગ્ર મામલો દાહોદની એડીશનલ સેસન્સ કોર્ટની અરજી હાથ ધરવામાં આવતાં દાહોદ શહેર પોલીસ મથકે ગતરોજ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ રજીસ્ટર થયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત 17 લોકો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સામુહિક દુષ્કર્મનો ભાગે બનેલી સગીરાને ન્યાય મળવાની આશા દેખાઈ રહી છે, ત્યારે પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *