ભારતમાં લાખો લોકો ડાયાબિટીસથી પિડાય છે.લોહીમાં બ્લડ શુગરનું અનિયંત્રિત સ્તર તેની લાક્ષણિકતા છે. જ્યારે સ્વાદુપિંડ(પેનક્રિયાસ) પુરતાં પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન્ કરી સકતુ નથી અથવા શરીર લોહીમાંથી ગ્લુકોઝને શોષવામાં મદદ કરતા હોર્મોન સામે પ્રતિરોધક બની જાય ત્યારે ટાઇપ-2 ડાયાબિટીસ થાય છે. હાઈ બ્લડ શુગર લેવલ કે જેને હાઈપરગ્લાયસેમિઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયાબિટિશથી હૃદય રોગ, સ્થૂળતા, સ્ટ્રોક, અંધત્વ અને કાયરેક અંગ કપાવવું પડે તેનું જોખમ અનેકગણું વધી જાય છે.
ટાઇપ-2 ડાયાબિટીસ મુખ્યત્વે જીવનશૈલીના કારણે થતો રોગ છે જેને યોગ્ય આહારથી સારી રીતે નિયંત્રિત કરી શકાય છે. નિષ્ણાતો તેનાં માટે નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (જીઆઇ) ધરાવતી ચીજો ખાવાની સલાહ આપે છે. જીઆઇ લોહીમાં શુગર કેટલી ઝડપથી ભળે છે તે દર્શાવે છે. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે રસોડામાં વપરાતો એક મસાલો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં બહુ ઉપયોગી છે અને તે આદુ છે.
ટાઇપ-૨ ડાયાબિટીસમાં આદુ કેવી રીતે ઉપયોગી છે?
ઔષધીય ગુણધર્મોનાં કારણે તીવ્ર સ્વાદ ધરાવતાં આદુનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ ઉપરાંત, તે વાનગીને એક ખાસ સ્વાદ આપે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તે લોહીમાં શુગરનાં સ્તરને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં આદુ અજાયબી જેવું કામ કરી શકે છે.
યુરોપિયન જર્નલ ઓફ ફાર્માકોલોજીની ડિસેમ્બર 2009ની એડિશનમાં પ્રબ્લિશ થયેલા એક અભ્યાસ મુજબ, આદુમાં જોવા મળતું સ્પિસમ જેવું તત્વ ઇન્સ્યુલિન સ્ત્રાવ પરની અસરને વિપરીત કરવા માટે સેરોટોનિન રિસેપ્ટર્સ સાથે પ્રતિક્રિયા કરે છે. જ્યારે આદુનાં અર્ક સાથે સારવાર કરવામાં આવી ત્યારે દર્દીઓનાં લોહીમાં શુગરનાં સ્તરમાં 35 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો અને પ્લાઝ્મા ઇન્સ્યુલિનમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે આદુ ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે કેમકે તે લો જીઆઈ ધરાવે છે, જે બ્લડ શુગરને વધતું અટકાવે છે. આરોગ્ય માટે ફાયદાકારક અન્ય લો જીઆઈ આહારમાં આખા અનાજ,બીન્સ,મસૂરની દાળ,અને વધુ ફાઇબર ધરાવતી ચીજોનો સમાવેશ થાય છે.
Read Also : હવામાન વિભાગે આપી આ આગાહી, લોકોને આપી આ સલાહ