મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારની મુશ્કેલી વધી રહી છે. સીએમ ઠાકરેની અપીલ છતાં પણ શિવસેનાના વિધાનસભ્યોએ પાટલી બદલવાનું જારી રાખ્યું છે. શિવસેનાના બીજા ત્રણ ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા અને તેઓ અહીંતી ગુવાહાટી જવા રવાના થાય તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન શિંદેને હાંસલ થઈ ચૂક્યું છે. ઉદ્ધવ ઠાકરે પાસે ફક્ત 12 જ વિધાનસભ્યો છે. બીજી બાજુએ શિંદેએ તેને 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરતો વિડીયો જારી કરીને ખળભળાટ મચાવી મૂક્યો છે. ફક્ત એટલું જ નહીં શિવસેનાના નવમાંથી આઠ સાંસદો પણ ઉદ્ધવથી નારાજ છે. તેઓનું પણ શિંદેને સમર્થન છે.
બુધવારે રાત્રે બીજા ચાર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલ પહોંચ્યા હતા. એકનાથ શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે તેવી માહિતી મળતા આ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યો ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. બાકીના બે ધારાસભ્ય મંજુલા ગાવિત અને ચંદ્રકાંત અપક્ષના છે. આ ધારાસભ્યો છે મંગેશ કુંડાલકર, સદા સરવનકર અને સંજય રાઠોડ.
શિવસેનાના કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવણકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. મુંબઈમાં પણ ત્રણ ધારાસભ્યો શિંદેના સમર્થક છે. આ ધારાસભ્યો દાવા પ્રમાણે શિંદે કેમ્પમાં જોડાય તો શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા વધી જશે. અન્ય 12 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત ગઈકાલે શિંદે જૂથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને 34 ધારાસભ્યોની સહીવાળો પત્ર મોકલ્યો હતો. પત્રમાં કહેવાયું છે કે એકનાથ શિંદે શિવસેના વિધાનસભ્ય પક્ષના નેતા છે. ભરત ગોગાવલેને નવા ચીફ વ્હીપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિવસેનાએ મંગળવારે એકનાથ શિંદેને વિધાનસભ્ય પદના નેતાપદેથી હટાવ્યા હતા.
બુધવારે દિવસભર ચાલેલી બેઠક પછી ઉદ્ધવ ઠાકરેએ મોડી સાંજે ચોંકાવનારો નિર્ણય લીધો હતો. તેઓ મુખ્યપ્રધાનના નિવાસ્થાનેથી નીકળી માતોશ્રી પહોંચ્યા હતા. તેમણે ફેસબૂક પર લાઇવ આવીને બળવાખોરોને તેમની સાથે વાત કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ સીએમ પદેથી રાજીનામુ આપવા તૈયાર છે અને જરૂર પડે તો શિવસેનાના વડાનો હોદ્દો પણ છોડવા તૈયાર છે. પણ તેઓ ઇચ્છે છે કે સરકારના વડા તરીકે કોઈ શિવસૈનિક હોય. આમ કહીને ઉદ્ધવ ઠાકરેએ બોલ શિંદેની કોર્ટમાં નાખ્યો છે. પણ શિંદે