રિટેલ વ્યવસાયો માટે કર રાહત પગલાંની જાહેરાત કરતા યુ.કે.ના નાણામંત્રી રિશી સુનાક

| Updated: October 28, 2021 1:52 pm

બ્રિટિશ સરકારના ચૂંટણી મેનિફેસ્ટોમાં અપાયેલા સાત અબજ પાઉન્ડ સુધીની કરરાહતો આપવાના વચનપાલન તરીકે જોવામા આવતા પગલાં તરીકે યુનાઇટેડ કિંગડમના ચાન્સેલર ઓફ એક્સચેકર તરીકે ઓળખાતા નાણા મંત્રી રિશી સુનાકે કોવીડ રોગચાળાથી ભારે અસરગ્રસ્ત બ્રિટિશ વ્યવસાયો માટે શ્રેણીબદ્ધ રાહત પગલાંની ની જાહેરાત કરી છે. .

કન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) અને બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમની ભલામણોને અનુરૂપ, યુકે સરકારે છૂટક, આનંદ પ્રમોદ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે ટેક્ષનો દર અડધો કરવાની જાહેરાત કરી છે. ચાન્સેલર રિશી સુનાકની અંદાજિત 1.7 અબજ પાઉન્ડની સૂચિત કરરાહત હેઠળ પબ, સિનેમા અને રેસ્ટોરાંને લાભ થશે.

લઘુ ઉદ્યોગો માટે કરાયેલી રાહત સાથે મળીને આ રાહત, 90% થી વધુ નિર્દેશિત વ્યવસાયોને ઓછામાં ઓછા 50% નું ડિસ્કાઉન્ટ આપશે.. જોકે રાહતની મર્યાદા પ્રતિ વ્યવસાય 110,000 પાઉન્ડ આંકવામાં આવી છે..

ટેક્સની દર વર્ષની 25 અબજ પાઉન્ડની આવક પર ભાર મૂકતા સુનાકે ટેક્ષને સાવ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ઘણા છૂટક વ્યવસાયો દ્વારા કરવામાં આવેલી માંગણી પ્રમાણે સુનાકે એમેઝોન જેવા ઓનલાઈન વ્યવસાયો પર પણ વેચાણ વેરો લાગુ કર્યો નથી.પરંતુ એ માટે ચર્ચા શરૂ કરવા જરૂર સંમત થયા હતા.

એક નોંધપાત્ર ફેરફારમાં, ચાન્સેલરે એ પણ જાહેરાત કરી હતી કે વ્યવસાય દરનું પુનઃમૂલ્યાંકન હવે દર પાંચ વર્ષે એક વખતને બદલે દર ત્રણ વર્ષે એક વખત થશે. સરકારે આ દરમિયાન આવતા વર્ષનો વધારો પણ રદ કર્યો છે.

આલ્કોહોલ ડ્યુટીમાં પણ ઘણા ફેરફારો છે જેથી પબમાં પિન્ટની કિંમત “કાયમી માટે” 3 પેન્સ ” સુધી ઘટશે . 8.5% ABV કરતા ઓછા સીડર અને અન્ય આલ્કોહોલિક પીણાં બનાવતા નાના ઉત્પાદકોને રાહત આપતા આ નિયમ મુજબ હવે પીણાં પર આલ્કોહોલના પ્રમાણ પ્રમાણે ટેક્સ લાગશે. સ્પાર્કલિંગ વાઇન પર પણ 28% ના વર્તમાન દરને બદલે, એને સમકક્ષ આલ્કોહોલ ધરાવતા સ્ટીલ વાઇન જેટલી જ ડયુટી લાગશે

Your email address will not be published.