પત્ની પસંદ ન હોવાથી પતિએ કહ્યું, તલાક…તલાક…તલાક

| Updated: January 27, 2022 7:30 pm

આણંદના ઉમરેઠમાં પતિએ સોશિયલ મીડિયા મારફતે પત્નીને તલાક (Umreth Tripal Talaq Case) આપ્યા છે. આ મેસેજ આવતા જ યુવતી ચોંકી ઉઠી હતી. આ અંગે પોલીસે ત્રણ તલાક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં ત્રિપલ તલાકની આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની સામે ઉભા રહીને નહી પરતું સોશિયલ મીડિયા મારફતે ત્રણ તલાક (Umreth Tripal Talaq Case) આપ્યા છે. ઉમરેઠમાં યુવતીને તેના પતિએ તે ગમતી ન હોવાના કારણે તલાક આપ્યા હતા. ત્યારબાદ યુવતીએ આ અંગે ઉમરેઠ પોલીસની મદદ લીધી હતી. પોલીસે તમામ વિગતો સાંભળ્યા બાદ પતિ સામે ફરિયાદ દાખલ કરી છે. જો કે, પતિ અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝગડાઓ ચાલી રહ્યા હતા. જેથી કંટાળી યુવતી છેલ્લા કેટલાક સમયથી તેના પિયરમાં રહેતી હતી.

આ પણ વાંચો: સાત વર્ષ પહેલા ગુમ થયેલા પુત્રને માતા-પિતાએ વિડીયોકોલથી ઓળખ્યો

યુવતીના લગ્ન 2019માં મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના ડેબારી ગામના એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. જો કે, લગ્નના થોડાક સમય તો ઘર સંસાર સારી રીતે ચાલતું હતું. જો કે, આ બન્નેમાં વારવાર ઝગડાઓ થવા લાગ્યા હતા. પીડિતાના પતિએ બે દિવસ પહેલા પણ ઘરમાં ત્રણ વાર તલાક કહ્યું હતું. જો કે, સામેથી પત્નીએ કોઈ જવાબ આપ્યો ન હતો.

પતિ એ પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ત્રણ વખત તલાકનો મેસેજ કર્યો હતો. જેના કારણે પીડિત યુવતીએ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી હતી. આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા તમામ માહિતી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર નું રક્ષણ અધિનિયમ )2019 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.