યુએન માનવાધિકાર અધ્યક્ષ, મિશેલ બેશલેટ પેગસસ પર કરવામાં આવેલા ઘટસ્ફોટ અંગે જારી કર્યું નિવેદન

| Updated: July 20, 2021 11:55 am

ધ વાયરના અહેવાલ મુજબ પેગસસ પ્રોજેક્ટ દ્વારા ખુલાસાઓ બહાર આવ્યા બાદ માનવાધિકાર અધ્યક્ષ, મિશેલ બેચેલેટે નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે “પત્રકારો અને માનવાધિકારના રક્ષકો આપણા સમાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને જ્યારે તેઓને ચૂપ કરાવામાં આવે, ત્યારે આપણે બધાએ ભોગવવું પડે છે.”

તેમણે વધુમાં કહ્યું છે કે, “આ અહેવાલો, વેચાણ, ટ્રાન્સફર અને સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ અને કડક નિરીક્ષણ તથા અધિકૃતતાની ખાતરી કરવાની અને વધુ સારી રીતે નિયમન કરવાની તાત્કાલિક આવશ્યકતાને ટેકો આપે છે. માનવાધિકાર-સુસંગત નિયમનકારી માળખા વગર, ટીકાકારોને ડરાવવા અને અસંમતિને મૌન કરવા માટે આ સાધનોનો દુરુપયોગ કરવામાં આવશે તેવા ઘણા બધા જોખમો છે. “

Your email address will not be published.