પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારાથી અમદાવાદીઓએ સિટી બસની પંસદગી કરી, BRTS-AMTSમાં 30 ટકા મુસાફરો વધ્યા

| Updated: April 13, 2022 2:21 pm

ભારતના અનેક રાજયોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે તેની સાથે ગુજરાતમાં(GUJRAT) પણ વધારો થયો છે.તો થોડા દિવસથી અમદાવાદ ટ્રાન્સપોર્ટની (BRTS-AMTS)સર્વિસમાં વધારો થયો છે જેના કારણે તેની આવકમાં વધારો અને ફાયદો જોવા મળી રહ્યો છે અને આ સાથે છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 30 ટકાનો વધારો થયો છે આવકમાં.

ઉલ્લખનીય છે કે પ્રેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો(BRTS-AMTS) ઉપયોગ લોકોને સસ્તો પડી રહ્યો છે કેમકે વાહનમાં કે પ્રેટ્રોલ અને ડિઝલન નાંખીને આવુજવુ હવે ખુબ મોધું પડી રહ્યું છે.

બીજી તરફ અમદાવાદમાં માત્ર 6 કિ.મીના અંતરમાં ફરતી મેટ્રો રેલમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6.11 લાખ લોકોએ મુસાફરી કરવામાં આવી રેલને 58.21 લાખ આવક જોવા મળી.

AMTS(BRTS-AMTS)ના રોજના સરેરાશ 3.25 લાખ લોકો મુસાફરી કરતા હતા અને હવે દૈનિક સરેરાશ 4.35 લાખે પહોંચી ગઇ છે અને તેમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે.

CNGનો ભાવ વધતાં રિક્ષા ભાડા વધવાની સંભાવના હાલ જોવા મળી રહી છે અને તેની સાથે આવનારા દિવસોમાં હવે એવું લાગે કે માત્ર લોકો બસોમાં જ આવા જાવાનું પસંદ કરશે.

Your email address will not be published.