ગુજરાતે કોવિડથી મોતના આંકડા સૌથી વધુ છુપાવ્યા, રાજસ્થાન બીજા ક્રમેઃ વીમા ક્લેમના રિપોર્ટમાં ધડાકો

| Updated: October 19, 2021 9:36 pm

એક નવા સંશોધન પ્રમાણે જુલાઈ પછી ગુજરાત અને રાજસ્થાને કોવિડથી થયેલા મૃત્યુના આંકડા સૌથી વધુ છુપાવ્યા છે.

“પ્રોજેક્ટઃ જીવન રક્ષા” મુજબ ગુજરાતે 5722 ટકા સુધી ઓછા મોત દર્શાવ્યા છે, જ્યારે રાજસ્થાને 473 ટકા ઓછા આંકડા આપ્યા છે. તેવી જ રીતે ઝારખંડે 464 ટકા અને ઉત્તર પ્રદેશે 228 ટકા સુધી નીચા આંકડા દર્શાવ્યા છે.

ભારતમાં આ ત્રણ મહિના દરમિયાન મહિના મુજબ અને રાજ્ય મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સના ક્લેમના આંકડા અલગ જ ચિત્ર દર્શાવે છે. તેના પરથી જાણવા મળ્યું છે કે કેટલાક રાજ્યોએ કોવિડ-19થી મૃત્યુના ઓછા આંકડા આપ્યા છે.

ઉદાહરણ તરીકે રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાત સરકારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021 દરમિયાન કોવિડના કારણે માત્ર 23 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું, જ્યારે સમાન ગાળામાં ગુજરાતમાં કોવિડથી થયેલા મોત માટે વીમાના 1316 ક્લેમ આવ્યા હતા.

એટલે કે રાજ્ય સરકારે જે આંકડો આપ્યો તેના કરતા 5772 ટકા વધારે વીમાના ક્લેમ આવ્યા હતા જેઓ કોવિડથી મૃત્યુ પામ્યા હતા. રાજસ્થાનમાં સરકારે આ ગાળામાં 33 લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે વીમાના ક્લેમની સંખ્યા 156 હતી. એટલે કે સરકારે આપેલા આંકડા કરતા 473 ટકા વધુ લોકોના ક્લેમ આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *