આર્થિક સ્થિતી સારી ન હોવાથી દીલ પર પથ્થર મુકી ફુલ જેવી માસુમ બાળકીને દાટી દેવી પડી – માતા

| Updated: August 6, 2022 10:19 am

દોઢ થી બે કલાકમાં નવજાત બાળકીને દાટીદેવાનો માતા પિતાએ નિર્ણય લીધો – વિશાલ વાઘેલા એસપી

અમદાવાદ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામમાં આવેલી જીઇબી ઓફિસ નજીક ખાડામાંથી જીવતી બાળકી મળી આવી હતી. આ બાળકીના માતા પિતાને પોલીસે પકડી પાડ્યા હતા. તેમની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલવા પામી છે. અધુરા એટલે કે સાડા છ મહિને બાળકીનો સવારે છ વાગ્યે જન્મ થયો હતો. આર્થિક સ્થિતી ન સારી હોવાથી દોઢ થી બે કલાકમાં માતા પિતાએ તેને ખાડામાં જીવતી દાડી દેવાનો નિર્દયી નિર્ણય લીધો હોવાનું જિલ્લા એસપી જણાવ્યુ હતું. આર્થિસ સ્થિતી અને કામ ન હોવાના કારણે માતાએ જ દિલ પર પથ્થર મુકી ફુલ જેવી માસુમ બાળકીને ખાડો ખોદી દાટી દીધી હતી. ગુજરાતમાં આર્થિક મંદીના કારણે જન્મ લેતા બાળકીને જીવતી દાટી દેવાનો નિર્ણય લેતા કેટલી મોઘવારી, મંદી અને લોકોની સ્થિતી કેટલી સારી છે તે ચિત્ર આ ઘટના પરથી સ્પષ્ટ પ્રકટ થઇ રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ગામે ખેતરમાં દાટી દીધેલી બાળકી અંગે સાબરકાંઠા જિલ્લા ડીએસપી વિશાલકુમાર વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગાંભોઇના હત્યાની કોશીષ અને નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને ગાંભોઇ પોલીસ સ્ટેસન એમ 3 ટીમો બનાવી હતી. દરમિયાનમાં ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી એફ ઠાકોરને મળેલી બાતમી આધારે બાળકને જન્મ આપનારી મહિલા માણસા અને પિતા કડી તાલુકાના સરસાઇ ગામે ભાગી ગયા છે. પોલીસની ટીમ કડી પહોચી હતી અને આરોપી મંજૂલાબેન અને તેના પતિ શૈલેષની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, બંને પતિ પત્ની છે અને તેમને ત્યા દિકરીનો જન્મ અધુરા એટલે કે સાડા છ મહિને થયો હતો. આર્થિક સ્થિતી સારી ન હતી તેની સારવાર કે તેની પરવરીષ પણ કરી શકે તેમ સક્ષમ ન હતા. પહેલા એક બાળક તો હતું તેને પણ વ્યવસ્થિત ન રાખી શકતા આખરે જન્મેલી બાળકીનો નિકાલ કરી દેવાનો તાત્કાલીક દોઢ-બે કલાકમાં નિર્ણય કર્યો હતો. જેથી મંજુબહેને પોતાના દિલ પર પથ્થર મુકી નજીકના ખેતરમાં જઇ ખાડો ખોદ્યો હતો અને બાળકીને જમીનમાં દાટી દીધી હતી. જ્યારે પતિ આસપાસ કોઇ જોઇ રહ્યું નથી અને કોઇ આવતું નથી તેનુ ધ્યાન રાખી રહ્યો હતો. પતિ પત્નીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

4 ઓગસ્ટે બનેલી ઘટના શું હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામે જીતેન્દ્રસિંહ મનહરસિંહ ડાભી પરિવરા સાથે રહે છે. તેઓ ખેતી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રાબેતા મુજબ 4 ઓગસ્ટના રોજ સવારે પોતાના ખેતર પર ગયા હતા. તેમના ખેતર નજીક આવેલી જીઇબી ઓફિસ પાસેના ભાગમાં ખેત મજુર પહોચ્યો હતો. ખેતરમાં રોટરી માકી ખેડવાનું હોય સવારે પોણા દસ વાગ્યે મજુર જસુભાઇ પરમાર સાથે મળી સાફ સફાઇ કરતા હતા. ચોમાસાના કારણે વેલા અને અન્ય ફુલ-ઝાડ ઘાસ સાફ કરતા હતા. જીઇબી ઓફિસ પાછળના ખેતરના એક ભાગ પરથી જમીનમાં કંઇ હલતા તપાસ કરતા બાળકનો પગ દેખાયો હતો. જેથી જીતેન્દ્રભાઇ અને મુજર ગભરાયા હતા. તેમણે જીઇબીના ઓફિસર ઉપેન્દ્રસિંહ, પંચાલભાઇ અને અન્ય કર્મચારીઓને બોલાવી લાવ્યા હતા. પગ પરથી સ્પષ્ટ થયું હતુ કે, આ બાળક છે તેથી તેને ખાડમાં દાટી દીધું હોવાથી કાઢ્યું હતું. 108ને જાણ કરી તેને સારવાર માટે ખસેડ્યા હતા. માટી અને કાદવામાં બાળક હોવા છતાં તે રડતું હોવાથી જીવીત હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. એમ્બ્યુલન્સ દ્વારા તેને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરતા પીએસઆઇ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે અજાણ્યા વ્યક્તિ સામે બાળક ત્યજી દેવાનો અને તેની હત્યાની કોશીષ કરવાનો ગુનો નોધ્યો હતો.

મુખ્ય 3 કારણોના કારણે બાળકીનો નિકાલ કરવા પતિ પત્ની તૈયાર થયા
સાબરકાઠા જિલ્લા ડીએસપી વિશાલકુમાર વાઘેલાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, દિકરીને માટીમાં દાટી દેવા પાછળ હું 3 કારણો માની રહ્યો છું, મુખ્ય કારણ આર્થિક સ્થિતી નાજુક હતી કામ કાજ ન હોવાથી પૈસા ન હતા. અધુરા માસ એટલે કે સાડા છ મહિને જન્મ થયો હતો અને જન્મ પછી હવે શું કરશે તે નક્કી ન થતાં એક બે કલાકમાં તેને દાટી દેવાનો નિર્ણય માતા-પિતાએ લીધો હતો. બંનેની ધરપકડ કરવામાં આવી છે.

બાળકી સ્વસ્થ થયા બાદ કાયદાકીય સલાહ લઇ તેને માતા સાથે રાખીશું – એસપી
જિલ્લા ડીએસપી વિશાલકુમાર વાઘેલાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ હતુ કે, બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. મેડિકલ ઓફિસરોની ટીમ તેની ખાસ કાળજી રાખી રહી છે અને તેની સ્થિતી સારી છે પરંતુ તેને સામાન્ય ઇન્ફેક્શન થયું છે. માતા પિતા ગુનામાં ધરપકડ બાદ જ્યુડીસ્યરી કસ્ટડીમાં જશે તેથી કાયદાકીય અને ડોક્ટરી સલાહ લઇ બાળકીને કોને સોપવી તે અંગે નિર્ણય લઇશું. સામાન્ય રીતે બાળકીને ફીડીંગ કરાવવાનું હોવાથી માતા સાથે રાખવી પડે તેવી શક્યતા વધુ દેખાઇ રહી છે.

Your email address will not be published.