ત્રણેય કૃષિ કાયદાને રદ કરવા માટેનો ખરડો કેબિનેટમાં પસારઃ જાણો હવે શું થશે

| Updated: December 1, 2021 1:27 pm

કેન્દ્રિય કેબિનેટે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા માટેના ખરડાને બુધવારે મંજુરી આપી દીધી હતી. સરકારે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં ફાર્મ લો રિપિલ બિલ, 2021ને એસેમ્બલીની કામગીરીમાં લિસ્ટ કરાવ્યો છે.

તેના કારણે કૃષિને લગતા ત્રણેય વિવાદાસ્પદ કાયદા રદ કરવામાં આવશે. તેમાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, 2020, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એસ્યોરન્સ, ફાર્મ સર્વિસ એક્ટ, 2020 અને આવશ્યક ચીજવસ્તુધારો (સુધારણા) એક્ટ, 2020નો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે સરકાર ત્રણેય કૃષિ કાયદાને રદ કરશે. ખેડૂતોનો ચોક્કસ વર્ગ આ કાયદાથી નારાજ હતો અને સરકાર તેમને સમજાવવામાં નિષ્ફળ રહી હતી.

કેન્દ્ર સરકારે ખેડૂતોના લગભગ એક વર્ષથી ચાલતા આંદોલનના પગલે કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ કાયદા સામે વિરોધ કરતી વખતે હિંસા થઈ હતી અને આખા વર્ષ દરમિયાન લગભગ 600 ખેડૂતો માર્યા ગયા હતા.

Your email address will not be published. Required fields are marked *