બે ગુજરાતીઓ ભેગા થાય એટલે ધંધો શરૂ કરવાની વાત કરે: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે EDIIના વિધાર્થીઓ સાથે કર્યો સંવાદ

| Updated: July 5, 2022 4:55 pm

ગાંધીનગરઃ આજે કેન્દ્ર સરકારના રેલવે, કોમ્યુનીકેશન ઇલે્ટ્રોનિક્સ અને આઇ ટી મંત્રી અશ્વિની વૈષ્ણવ ઈ. ડી. આઈ- ઇન્ટરપ્રીનોયરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના કેમ્પસ ખાતે વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઈનોવેટીવ સ્ટાર્ટ અપ ને કેન્દ્રિય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સ્ટાર્ટઅપ અને ટેક્નલોજી વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

ગુજરાત પધારેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને EDII ની જરૂર નથી. અહીંયા તો બે માણસ ભેગા થાય તો ધંધો ચાલુ કરવાની વાત કરે. ગુજરાતના રક્તમાં ધંધો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, પહેલાં સ્ટાર્ટ અપ ની વાત થતી ન હતી, જ્યારે આજે દેશમાં ૭૩,૦૦૦ સ્ટાર્ટ અપ છે. મોદી સાહેબે આવીને સ્ટાર્ટ અપ revolutionની શરૂઆત કરી અને બધા રાજ્યોને સ્પર્ધા કરતાં કરી દીધા અને તે સાથે જ નવી વસ્તુઓ શોધવાની પદ્ધતિ શરૂ થઈ.

UPI પેમેન્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પહેલા મની ઓર્ડર કરવામાં આવતો અને હવે મોદી સાહેબ પબ્લિકને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈને આવ્યા છે. UPI કે જે ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેમાં કોઈ પણ જોડાઈ શકે છે. આના કારણે હજારોની સંખ્યામાં સ્ટાર્ટ અપમાં જોડાઈ શકે છે અને જેમાં ગૂગલ જેવી મોટી કંપની પોતાની ટેક્નોલોજી છોડી UPI અપનાવ્યું છે.

ડિજિટલ હેલ્થ મિશન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, ડિજીટલ હેલ્થ મિશન એક પ્લેટફોર્મ છે જેમાં ૨૫૦૦-૩૦૦૦ હજાર સ્ટાર્ટ અપ જોડાયા અને હવે એજ્યુકેશન અને એગ્રિકલચર પણ જોડાશે. યુરોપ માં માત્ર ૫૦ યુનીકોર્ન છે જ્યારે ભારતમાં ૧૦૩ યુનીકોર્ન છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટાર્ટ અપ સરકાર સાથે જોડાય રહ્યા છે જેમાં હવે ડિફેન્સ મિનીસ્ટરી પણ જોડી રહી છે અને સ્ટાર્ટ અપ ને મજબૂત કરી રહી છે અને વિધાર્થીઓને કહ્યું હતું કે, અમે સ્ટાર્ટ અપ ને જોડી રહ્યા છે જેમાં ૧.૫૦ કરોડ રૂપિયા સુધી મદદ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, બુલેટ ટ્રેન માટે પહેલા આપણે સાઉથ કોરિયાથી ટેક્નોલોજી લાવ્યા છીએ અને હવે તેને રાજકોટમાં બનાવી રહ્યા છીએ.

કાર્યક્રમમાં સ્ટાર્ટ અપ ને ટ્રોફી આપતા વખતે તેઓ એક સ્ટાર્ટ અપ ના દિવ્યાંગ ફાઉન્ડરને ટ્રોફી આપવા સ્ટેજ થી નીચે ઉતર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી ભાષામાં વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Your email address will not be published.