કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે (Cotton) કપાસ મેનના નામે જાણીતા સુરેશ ભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, (Cotton) કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગઈકાલે શ્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી કોટન વેલ્યુ ચેઈનના હિતધારકો સાથેની બેઠક દરમિયાન કરવામાં આવી હતી.
કાઉન્સિલની પ્રથમ બેઠક 28મી મે 2022ના રોજ નક્કી કરવામાં આવી છે. કાઉન્સિલ આ ક્ષેત્રમાં સુધાર લાવવા માટે ચર્ચા કરશે અને એક મજબૂત કાર્ય યોજના તૈયાર કરશે.
મીટિંગમાં, વર્તમાન સિઝનમાં જોવા મળેલા અભૂતપૂર્વ ભાવ વધારાને સંબોધવા માટે, કપાસ અને યાર્નાના ભાવમાં નરમાઈ માટે મંતવ્યો અને સૂચનોના ક્રોસ-સેક્શન પર ચર્ચા કરવામાં આવી હતી. કપાસની ઉત્પાદકતા એ દેશમાં સૌથી મોટો પડકાર છે, પરિણામે કપાસની ખેતી હેઠળ સૌથી વધુ વિસ્તાર હોવા છતાં કપાસનું ઓછું ઉત્પાદન થાય છે. મંત્રીએ કપાસના ખેડૂતોની ઉત્પાદકતા વધારવા માટે બિયારણની વધુ સારી ગુણવત્તા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મીટિંગને સંબોધતા શ્રી ગોયલે કપાસ અને યાર્નના ભાવના મુદ્દાને ઉકેલવા માટે તમામ હિતધારકોને સ્પષ્ટ અને બુલંદ સંદેશ આપ્યો હતો કે સ્પર્ધા અને અતિ નફાખોરીને બદલે સહયોગની ભાવનાથી, સરકારને હસ્તક્ષેપ કરવા દબાણ કર્યા વિના આ મુદ્દો ઉકેલવો જોઈએ કારણ કે તે કપાસના મૂલ્ય પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
તેમણે કપાસના ખેડૂતોનો હાથ પકડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, કપાસના ખેડૂતો, સ્પિનર્સ અને વણકરોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે 30મી સપ્ટેમ્બર 2022 સુધીના બિલો ઑફ લેડીંગ જારી કરવામાં આવેલા આયાત કરારો પર આયાત જકાતમાંથી મુક્તિ આપવાની સ્પિનિંગ સેક્ટરની માગને સક્રિયપણે ધ્યાનમાં લેવાની ખાતરી પણ આપી હતી. કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરવા પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: હાર્દિકની ભાજપમાં પ્રવેશ કરવાની અટકળો ફરીવાર કેમ વેગવંતી બની?