લખીમપુર ખેરી હિંસા: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ

| Updated: October 10, 2021 8:39 am

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ‘ મોનુ’ની શનિવારે રાત્રે લખીમપુર ખેરી હિંસાના સંદર્ભમાં 11 કલાકથી વધુ પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતનો તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે.

SIT ના પ્રમુખ ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આશિષ મિશ્રા સવારે 10.30 વાગ્યે પોલીસ લાઇનની ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) સમક્ષ હાજર થયા હતા જ્યાં રવિવારે હત્યામાં તેમના અને અન્ય લોકો સામે હત્યાના આરોપો હેઠળ નોંધાયેલી એફઆઇઆર અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

11 કલાકથી વધુ સમય સુધી તેની પૂછપરછ કર્યા બાદ, ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અગ્રવાલના નેતૃત્વમાં નવ સભ્યની SIT એ મિશ્રાની ધરપકડ કરી હતી. મિશ્રા પોલીસ સામે હાજર ત્યારે થયો જયારે સુપ્રીમ કોર્ટે લખીમપુર ઘટનામાં આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો..

Your email address will not be published. Required fields are marked *