રાહુલ ગાંધીની જયારથી ઈડી દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે ત્યારથી દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પ્લાનિંગ વગર જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ED કચેરીને બદલે GST કચેરી બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેથી જીએસટી અધિકારીએ આ અંગે કોંગ્રેસના આગેવાનને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે ED કચેરી બહાર દેખાવો કર્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછને પગલે ગુજરાત કોંગ્રેસ સહિત દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજકોટમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેરસમજના કારણે GSTની ઓફિસની બહાર કોંગી નેતાઓ વિરોધ કરવા લાગ્યા હતા. બાદમાં GSTએ અધિકારીઓએ અગ્રણી નેતાને બોલાવી ટકોર કરી હતી કે આ GSTની ઓફિસ છે ED ઓફિસ નથી. જે બાદ ત્યાં વિરોધ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને બાદમાં ED ઓફિસ પર જઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કિસ્સો હાલ રાજકોટમાં ટોક ઓફથી ટાઉન બન્યો છે.
કોરોના વાયરસના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓના કારણે 75 વર્ષીય સોનિયા ગાંધીને 12 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થતાં સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એટલે કે, 20 જૂનથી હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યાં છે. પરંતુ હોસ્પિટલના તબીબો તેમને ઘરે પર આરામ કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, EDએ નેશનલ હેરોલ્ડ સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના મામલે સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જાહેર કરી 23 જૂનના રોજ પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. ત્યારે હવે સોનિયા ગાંધીને ફરીથી ઈડીને ચિઠ્ઠી લખીને કેટલાક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સોનિયા ગાંધીએ આ પહેલા 8 જૂનને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાથી તેઓ તપાસ એજન્સી સામે હાજર રહી નહીં શકે જે માટે તેમને બીજી તારીખ આપવાનું કહેવામાં આવ્યું છે.