રાજયમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ફરી રડાવ્યા

| Updated: January 5, 2022 9:30 pm

રાજયમાં ફરી એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહીને લઈ આજે રાજયના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈ ધરતીપુત્રોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આજે જામનગર, કચ્છ, ખંભાળિયા અને ગાંધીનગરમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.

જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજયમાં કમોસમી વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. આટલું જ નહીં કમોસમી વરસાદના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે.

એક તરફ દેશમાં કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. ત્યારે, માવઠાના કારણે કોરોનામાં ભયજનક વધારો થવાની પૂરી શક્યતાઓ છે. કમોસમી વરસાદના કારણે મેલરિયા અને ડેન્ગ્યુંના કેસો પણ સામે આવી શકે છે.

ખેડૂતો પહેલેથી જ ખાતરના ઊંચા ભાવથી પરેશાન છે. ત્યારે, આ માવઠાના કારણે ખેડૂતો માટે વધુ એક મોંઘવારીનો માર પડી શકે છે.

Your email address will not be published.