આભડછેટ મુક્ત ભારત અભિયાનની 1111 કિલો સિક્કાની ભીમ યાત્રા અમદાવાદમાં ફરશે

| Updated: July 31, 2022 7:28 pm

ગુજરાત અને સમગ્ર દેશમાં સદીઓથી ઉભો રહેલો અસ્પૃશ્યતાનો પ્રશ્ન હલ ન થવાથી સામાજિક જાગૃતિના ભાગરૂપે ગુજરાતની દલિત અધિકાર પાર કામ કરતી સંસ્થા દલિત શક્તિ કેન્દ્ર દ્વારા ભીમ સવારી- યાત્રા અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. આ સવારીમાં 1111 કિલોનો પિતલનો સિક્કો હશે જેમાં, આંબેડકર અને તથાગત બુદ્ધના ફોટો/તૈલચિત્ર અંકિત કરેલ આભડછેટ નાબુદીની હાકલ કરતો સંદેશ હશે.

આ આભડછેટ નાબુદી યાત્રામાં છ બસ, ત્રણ ટ્રક, છ ફોર વહીલર ગાડીઓ અને 100 કરતા વધારે મોટર સાયકલ સવારો સાથે 400કરતા વધારે લોકો જોડાશે જેમાં રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રામાં બાબા સાહેબ આંબેડકરની પુરા કદની 12ફૂટની ઊંચી પ્રતિમા પણ સાથે યાત્રામાં હશે.

સામાજીક કાર્યકર કાંતિલાલ પરમારે વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે લોકોએ રૂપિયા એકનું દાન આપેલ તે કુલ રૂપિયા વિસ લાખ રૂપિયા જે એક-એક રૂપિયો દાનમાં આપેલ છે તે ટ્રકમાં સાથે હશે. જેમાં 1111 કિલોનો પીતળનો ડો. બાબા સાહેબ સિક્કો હશે. આ આભડછેટ મુક્ત ભારત અભિયાન સાથે યાત્રા 1લી ઓગસ્ટ-2022ના રોજ સવારે 08:00 વાગે દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતેથી નીકળી 08:30 વાગે સાંણદ ગઢીયા ચોકડી પહોંચી ત્યાંથી 09:30 મિનિટે સરખેજ, 10:15 ગુપ્તાનગર, 11:00 વાડજ,12:30 વાગે ચાંદખેડા પહોંચશે ત્યાંથી યાત્રા કલોલ, ઊંઝા,મહેસાણા, પાટણ, બનાસકાંઠા, રાજસ્થાન, હરિયાણા થી દિલ્હી પોતાના ગંતવ્ય સ્થાન પર આગળ વધશે.

તેમણે જણાવ્યું કે 8મી ઓગસ્ટના આજુબાજુના દેશના રાષ્ટ્રપતિ, રાજ્ય સભાના સભાપતિ અને લોકસભાના સ્પીકરને સંયુક્ત રીતે આ સિક્કો અર્પણ કરવામાં આવશે જે માટે સંવાદ થઈ રહ્યો છે.

Your email address will not be published.