UP Assembly election 2022: આવતીકાલે યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની મોટી બેઠક,ઉમેદવારોની જાહેરાત કરશે

| Updated: January 9, 2022 5:06 pm

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની મોટી બેઠક કરશે તેવી ઘોષણા કરવામાં આવી છે.આ બેઠકમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની જાહેરાત કરાશે તેવી માહિતી મળી રહી છે.

પ્રથમ તબક્કાનું ફાઈલિંગ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી થશે તેથી આ સમય પહેલા ઉમેદવારોના નામની ઘોષણા જરૂરી છે.

આવતી કાલે 4 વાગ્યા સુધીમાં ભાજપની આ મોટી બેઠકનું આયોજન કરવામાં આવશે.આ 24 સભ્યોની ચૂંટણી સમિતિ લેશે જે વિધાનસભાની ચુંટણી પહેલા મહત્વની રહેશે

યુપીમાં ભાજપ ત્રણ મુદ્દાની રણનીતિ બનાવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.સુત્રો દ્વારા મળતી માહિતીનું જો માનવામાં આવે તો મંડલ, કમંડલ અને ગરીબ કલ્યાણની ત્રિપાંખીય વ્યૂહરચના પર કામ કરી રહી છે ભાજપ. ઉતરપ્રદેશમાં ભાજપ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને કાશી વિશ્વનાથ ધામનો વિકાસ સામેલ વિધાનસભાની ચુંટણી જીત માટે મુદો બનાવી શકે છે.

ભાજપ ઉતરપ્રદેશ માટે આ મૂદાઓને લઇ ચૂંટણી પ્રચાર કરશે તેવું જોવા મળી રહ્યુ છે.તેની સાથે ભાજપની રણનીતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ગરીબો અને ખેડૂતો સુધી પહોંચે તે ગરીબ કલ્યાણના એજન્ડામાં સમાવેશ કરવામાં આવશે.

Your email address will not be published.